મોરબીમાં સ્વામીનારાયણ મંદિર વિવાદમાં, મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદે દીવાલ ચણાતા ફરિયાદ
મોરબીની સ્વામીનારાયણ સંસ્થા વિવાદમાં આવી છે. અહીં નદીના પટમાં ગેરકાયદે દીવાલ ચણાતા વિવાદ સર્જાયો છે.
Morabi News:મોરબીની મચ્છુ નદીના પટમાં મોરબીની સ્વામીનારાયણ સંસ્થાએ ગેરકાયદે દીવાલ ચણતા વિવાદ સર્જાયો છે. ગેરકાયદે દીવાલની નગરપાલિકામાં અરજી થતાં સફાળું તંત્ર જાગ્યું છે. આ મામલે હવે મોરબી કલેક્ટરે તપાસ સમિતિની રચના કરી છે. તપાસ બાદ કમિટીને રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. નગરપાલિકાએ ચાર દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ આપી છે. પોતાના ખર્ચે ગેરકાયદે બાંધકામ દૂર કરવા મંદિરને નોટિસ આપી છે.
આ સમગ્ર ઘટનામાં એક બીજી હકીકત સામે આવી છે. જે મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસરની સહી વાળો લેટર સામે આવ્યો છે.જેમાં લેટરમાં બાંધકામને મંજૂરી ન આપી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. જે જગ્યા પર બાંધકામ થાય છે તે દીવાલને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સ્વામીનારાયણ મંદિર મેનેજમેન્ટે મચ્છુ નદીના પટ્ટમાં ગેરકાયદે બાંધકામ કરતા દીવાલ ચણવાનો વિવાદ વકર્યો છે. આ મામલે મોરબીના ઘારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ અનેક સ્પષ્ટતા કરી છે. જ્યારે અમારા સંવાદતાએ ગેરકાયદે બાંધકામ વિશે ઘારાસભ્ય કાંતિ અમૃતિને સવાલ કર્યાં તો તેમણે સમગ્ર ઘટનાને લઇને અધિકારીઓને જવાબદાર ઠેરવ્યાં છે. અમૃતિયાએ જણાવ્યું કે, “બાંધકામ અંગે અનેક વખત રજૂઆતો કરી છે, વર્ષ પહેલા અમે ધ્યાન દોર્યું હતું. અધિકારીઓ મનમાની કરતા હોવાથી વિવાદિત દીવાલ ચણનાર સામે હજુ સુધી કોઇ કાર્યવાહી નથી થઇ, ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે,મોરબી સ્ટેટની જમીન મંદિરે લીધી છે,”સમગ્ર ઘટનાને લઇને કલેક્ટરે નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યાં છે. તપાસનો અહેવાલ આજે રજૂ થશે.