Ambaji Prasad Controversy: અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો મામલો બની રહ્યો છે ઉગ્ર, જાણો વિગત
હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
Ambaji Mohanthal Controversy: અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાને લઈને ભક્તો માં રોષ જોવા મળી રહ્યો છે. અંબાજી દર્શન માટે આવતા ભક્તો હાલ મોહનથાળનાં મળતા ચિક્કીનો પ્રસાદ લેવા મજબૂર બન્યા છે.ભક્તો મોહનથાળ ચાલુ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.
અંબાજી મંદિર ખાતે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા આ પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ ઘેરો બનતો જાય છે. અનેક સંગઠનો, સંસ્થાઓ, કોંગ્રેસ સહિત ભક્તો દ્વારા આ મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદની જગ્યાએ અત્યારે ચિક્કીનો પ્રસાદ અપાઈ રહ્યો છે. દૂર દૂરથી ભક્તો અંબાજી દર્શન માટે આવી રહ્યા છે. પરંતુ મોહનથાળ પ્રસાદનાં મળતા નારાજ થઈ રહ્યા છે. અમદાવાદનાં ભક્ત દ્વારા 200 કિલો મોહનથાળ પ્રસાદ નિઃશુલ્ક અંબાજી મંદિરમાં ભક્તો માટે આપવા આવ્યો હતો. હાલમાં સંગઠનો, સંસ્થાઓ તેમજ ભક્તો વિરોધ કરી રહ્યા છે. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
ઘરે જ બનાવો અંબાજીના પ્રસાદ જેવો જ મોહનથાળ, આ રહી સરળ રેસિપિ
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થવાની તૈયારીમાં.છે.જો કે મોહનથાળના પ્રસાદની વર્ષો જુની પરંપરાને યથાવતા રાખવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે ઘર પર સ્વાદિષ્ટ કરકરો મોહનથાળ કેવી રીતે બનાવવો તેની જાણીએ. મોહનથાળ એ ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે. દિવાળી, જન્માષ્ટમીના અવસરે ગુજરાતી રસોડામાં અચૂક બને છે. તો જાણીએ ઘરે કેવી રીતે બનાવીશું સ્વાદિષ્ટ મોહનથાળ જાણીએ
સામગ્રી :
- 5 કપ ચણાનો લોટ
- 1/2 કપ ખાંડ
- 1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ
- દૂધ
- ઘી
- થોડા ડ્રાયફ્રૂટ્સ
મોહનથાળ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. લોટને ચાળીને લેવો, બેસન પણ લઇ શકાય અથવા ઘરે દળેલ કરકરો ચણાનો લોટ પણ લઇ શકાય. લોટમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરો, સાથે એક ચમચી જેટલું સહેજ ગરમ કરેલ હુંફાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં બેસનનું મિશ્રણ અને એલચી પાવડર ઉમેરીને આ મિશ્રણને આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકવું.
- ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ લો તેમાં ખાંડથી અડધું પાણી ઉમેરો. બે તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.
- ત્યારબાદ ચણાના લોટનું મિશ્રણ ઠડું થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડું દૂધ નાખી દો જેનાથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.
- સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને હવે એક પ્લેટને ઓઇલ કે ઘીથી ગ્રીસ કરી લો તેમાં શેકલા લોટને ઢાળી દો. થાળીમાં તેને બરાબર સેટ કરો અને બાગ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો, બાદ તેના સુંદર આકારમાં ચાસ પાડીને ટૂકડા કરી દો, તૈયાર છે સ્વાદિષ્ટ કરકરો દાણેદાર મોહનથાળ તૈયાર છે.