શોધખોળ કરો

Palanpur: બનાસકાંઠા જિલ્લામાં ઉભુ કરાશે દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર

પાલનપુર: આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ 283 કરોડના ૬ જેટલા એમ.ઓ.યુ કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા SPG ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે 210 કરોડના એમ.ઓ.યુ કરાયા હતા.

પાલનપુર: ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ ૨૮૩ કરોડના ૬ જેટલા એમ.ઓ.યુ કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા SPG ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે ૨૧૦ કરોડના એમ.ઓ.યુ કરાયા હતા. સરકારના અલગ અલગ વિભાગના કુલ ૧૧ હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગીક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડકટના પ્રદર્શન માટે કુલ ૩૬ સ્ટોલ ઊભા કરાયા હતા. અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્દઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉધોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા. 

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, આયાતકારો અને નિકાસ વધારવા તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આજે દેશમાં અનેક સરળ પોલિસીઓ અમલમાં મૂકવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા તથા મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દેશના લોકોને સતત ઉધોગો માટે પ્રોત્સાહિત કરે છે. નાગરિકોએ સ્વદેશી પ્રોડક્ટ અપનાવીને દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ. તેમણે ઉપસ્થિતોને જણાવ્યુ કે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવીન ધંધા રોજગાર કરવા શરૂઆત કરવી જોઈએ. 

આપણો દેશ ધંધા રોજગાર માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવે છે. આજે બનાસકાંઠા અનેક ક્ષેત્રમાં રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જિલ્લામાં મારબલ, એગ્રો, ડેરી સહિતના અનેક ધંધા અગ્રેસર બન્યા છે. તેમણે પ્રોડકટનું વેલ્યુ એડીશન કરીને વેચવા માટે આહવાન કર્યું હતું. આજે AI અને વર્ચ્યુઅલ દુનિયામાં બ્રાન્ડિંગ અને વેચાણ કરવું સહેલું બન્યું છે. તેમણે ઉપસ્થિતોને બનાસ ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે બનાસ ડેરીએ અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા અને છેલ્લા ૧૦ વર્ષમાં ૨૩ હજાર કરોડનું નેટવર્ક બનાવ્યું છે. બનાસકાંઠામાં ૨૮ લાખ ૫૦ હજાર જેટલા પશુઓ છે. બનાસ ડેરીએ પશુઓના ગોબર થકી પાંચ જેટલા સી.એન.જી પંપ બનાવ્યા છે. આનાથી પશુપાલકોને પણ ગોબરમાંથી આવક મળતી થઈ છે તથા પર્યાવરણ માટે પણ કામ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે,  કોઈપણ પ્રોડકટનું ક્વોલિટી જાળવવું, નવીન શોધો અને તકનીકોનો અપનાવવી, ઇનોગ્રેશન કરવું જરૂરી છે. આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર બનશે તેમ જણાવ્યું હતું. 

કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે,  વર્ષ ૨૦૦૩ થી શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશમાં ગુજરાતને  વિકાસની અગ્ર હરોળમાં લાવવા માટે સફળતા મળી છે. ગુજરાતમાં આજે વિશ્વની ટોપ ૫૦૦ પૈકી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં આવી છે જેના થકી સ્થાનિક અનેક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે. ૧૮,૭૫૩ માથાદીઠ આવક વધીને આજે ૨ લાખ ૭૩ હજાર થઈ છે. જી.ડી.પી ૮.૪ ટકા સાથે વધી રહ્યો છે. 

આપણો દેશ ભૂતકાળમાં સોનાની ચિડિયા તરીકે ગણાતો હતો તે જ મુજબ દેશને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવા માટે વડાપ્રધાન અને સરકાર પ્રતિબધ્ધ છે. સરળ ઉધોગ નીતિઓ થકી દેશ આજે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થામાં સામેલ થયો છે. યુવાનોની સ્કીલ ડેવલપ કરવા ગુજરાતમાં સૌપ્રથમ સ્કીલ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે. નાના ઉધોગકારોને પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનો લાભ આપી રહી છે. તેમણે આ કોન્ફરન્સ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ ચાર ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં તા. ૯ અને ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ કેટેગરીમાં માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઈઝ-MSE એવોર્ડ આપવામાં આવશે.

------------------
ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Embed widget