શોધખોળ કરો

Banaskantha: નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી, યુવક-યુવતી સાથે ઝંપલાવ્યું હોવાની આશંકા

બનાસકાંઠા:  કાંકરેજના ખારીયા નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી છે. લાશ મળી આવતા લોકોનાં ટોળાં ઉમટ્યાં હતા. કેનાલમાં યુવક-યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું અનુમાન છે.

બનાસકાંઠા:  કાંકરેજના ખારીયા નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવતીની લાશ મળી આવી છે. લાશ મળી આવતા લોકોનાં ટોળાં ઉમટ્યાં હતા. કેનાલમાં યુવક-યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું અનુમાન છે. યુવતી પાટણના સરસ્વતી તાલુકાના વાગડોલ ગામની હોવાનુ જાણવા મળ્યુ છે. ઘટનાની જાણ થતા થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. લાશને થરા રેફરલ ખાતે પીએમ અર્થ લઇ જવામાં આવી છે. તો બીજી તરફ કેનાલમાં યુવકની છલાંગ માર્યા હોવાની આશંકાના પગલે શોધખોળ હાથ ધરવામાં આવી છે. થરા પોલીસે સમગ્ર ઘટનામાં યુવતીના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

રાજકોટમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

રાજકોટ: શહેરના સાધુ વાસવાણી રોડ નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આપઘાત કરતા પેહલા વિદ્યાર્થિનીએ સુસાઇડ પણ નોટ લખી હતી. બીમારીના કારણે સુસાઇડ કરી હોવાની વાત લખી છે. સુસાઇડ નોટમાં વિદ્યાર્થિનીએ લખ્યું કે, પપ્પા સોરી મને માફ કરી દેજો, ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે. મને કાંઈજ વાંધો નથી પણ મને માથું બોવ દુખે છે. આપઘાત કરનાર વિદ્યાર્થિનીનું નામ દેવાંશી સરવૈયા છે અને તે જેતપુર તાલુકાના કેરાળી ગામની વતની હતી.

અમદાવાદ ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી

સમગ્ર વિશ્વમાં ફાયર ફાઈટર્સ તેમની બહાદુરીભર્યા કારનામા માટે જાણીતા છે. નાની ઘટના હોય કે કોઈ મોટી આકસ્મિક કે પછી માનવસર્જિત ઘટના હોય, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ પોતાના જીવ જોખમમાં મૂકીને સેવા કરતી હોય છે.  અમદાવાદના ફાયર વિભાગને વર્ષ ૨૦૨૩માં ફાયર અને રેસ્ક્યુ સહિતના ૪૬૨ ફાયર કોલ આવ્યા હતા, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 200થી વધુ લોકોના જીવ બચાવાયા છે. આમ, અમદાવાદના ફાયર વિભાગે અમદાવાદની હદ તેમજ હદની બહાર આવેલા કોલમાં ખૂબ પ્રશંસનીય બચાવ કામગીરી કરી છે. 

આ અંગે ઇન-ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન પી. મિસ્ત્રીએ કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અંતર્ગત હાલમાં કુલ ૧૭ ફાયર સ્ટેશનો કાર્યરત છે.  જ્યારે અન્ય ફાયર સ્ટેશનો જેમ કે ગોતા, બોપલ તેમજ સાયન્સ સિટી રોડ પરની ચોકીઓને આગળ વધારવાની કામગીરી પ્રગતિમાં છે. વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો ૧ જાન્યુઆરી ૨૦૨૩થી  23 ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૪૬૨ ફાયર કોલ મળ્યા હતા. જેમાં અદાજિત ૨૦૦થી વધુ લોકોની જિંદગી બચાવવાની કામગીરી કરવામાં આવી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Embed widget