શોધખોળ કરો
Advertisement
આરટીઓ કચેરી શરૂ કરવા નિર્ણય પણ માત્ર આ જ કામગીરી કરાશે, કોને કોને પ્રવેશ મળશે ? જાણો વિગત
રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે આરટીઓ કચેરીમાં હાલમાં માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામગિરી શરૂ કરાશે.
અમદાવાદઃ ગુજરાતમાં લોકડાઉનના ચોથા તબક્કામાં પશ્ચિમ વિસ્તારમાં ભારે છૂટછાટો આપવામાં આવી છે ત્યારે આજથી અમદાવાદ RTOની કામગીરી પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે આરટીઓ કચેરીમાં માત્ર કર્મચારીઓની હાજરી દ્વારા જ કામકાજ હાથ ધરાશે.
રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે આરટીઓ કચેરીમાં હાલમાં માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામગિરી શરૂ કરાશે. આરટીઓ કચેરીને શરૂ કરતાં પહેલા કચેરી અને તેનાં પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.
અમદાવાદની મુખ્ય સુભાષ બ્રિજ આરટીઓ કચેરી આજથી શરૂ થશે પણ અરજદારોને આરટીઓ કચેરીમાં પ્રવેશ નહીં મળે. 50 ટકા સ્ટાફ સાથે શરૂ થયેલી સુભાષબ્રિજ આરટીઓ ઓફિસમાં માત્ર માત્ર ફેસલેસ અને ઓનલાઇન કામગીરી જ હાથ ધરાશે અને કોઈ અરજદાર રૂબરૂ આરટીઓ જઈ શકશે નહીં. ડ્રાઇવિંગ ટેસ્ટ કે અન્ય ફિઝિકલ હાજરી જરૂરી હોય એવા એક પણ કામ આરટીઓ કચેરીમાં નહીં થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement