Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast:હવામાન વિભાગની અગાહી મુજબ રાજ્યમાં 25થી 30 વચ્ચે ગરમીમા વધારો થશે, હાલ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં તાપમાન 39 સુધી પહોંચી ગયું છે. જે રાજકોટ સુરેન્દ્રનગર અને તેના આસપાસના વિસ્તારમાં 40ને પાર જશે. આ સમય દરમિયાન દરિયા વિસ્તારમાં પણ ભેજ અને ગરમીના કારણે બફારાની સ્થિતિ સર્જાશે

Weather forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 29 માર્ચ બાદ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં એક સિસ્ટમ સર્જાતા કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.મહારાષ્ટ્રમાં મુંબઇની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ છે. જેના પગલે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 29 માર્ચ બાદ બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. આ જો સિસ્ટમમ મજબૂત બનશે તો સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદના સંકેત છે.
હવામાન વિભાગની અગાહી મુજબ રાજ્યમાં 25થી 30 વચ્ચે ગરમીમા વધશે. હાલ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં તાપમાન 39 સુધી પહોંચી ગયું છે. જે રાજકોટ સુરેન્દ્રનગર અને તેના આસપાસના વિસ્તારમાં 40ને પાર જશે. આ સમય દરમિયાન દરિયા વિસ્તારમાં પણ ભેજ અને ગરમીના કારણે બફારાની સ્થિતિ સર્જાશે, હવામાન વિભાગના જુદા જુદા મોડલ મુજબ ગુજરાતમાં એપ્રિલ અને મેમાં આ વર્ષે તાપનમાનનો પારો પાછળના બધા જ રેકોર્ડ તોડશે. ગઇ કાલે રાજકોટમાં રાજકોટમાં ગરમી 40 ડિગ્રી વટાવી ગઇ તો સૌથી વધુ ગરમ શહેર દાહોદ રહયું, દાહોદમાં તાપમાન 43,4 પહોંચી ગયું છે. મે એપ્રિલમાં તાપમાન રોકોર્ડ બનાવશે, દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા પવન અને બીજી તરફ વઘતા તાપમાનના કારણે ગરમી વધી રહી છે.
ક્યા શહેરમાં કેટલા ડિગ્રી તાપમાન? ( 24 માર્ચ )
- શહેર મહતમ તાપમાન
વલ્લભવિદ્યાનગર 41.3 ડિગ્રી- રાજકોટ 41 ડિગ્રી
- સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી
- ભુજ 40.6 ડિગ્રી
- અમરેલી 40.4 ડિગ્રી
- કેશોદ 40.5 ડિગ્રી
- ગાંધીનગર 40 ડિગ્રી
- અમદાવાદ 40 ડિગ્રી
- વડોદરા 40.2 ડિગ્રી
- કંડલા 39.9 ડિગ્રી
- ડીસા 39.3 ડિગ્રી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
