શોધખોળ કરો

Rain forecast: રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Rain forecast: રાજ્યભરમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી

Rain forecast: રાજ્યભરમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. દેવભૂમિ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ તો કચ્છ અને રાજકોટ સહિત 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં આજે 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ સહિત 10 તાલુકામાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ પંચમહાલ અને દાહોદને બાદ કરતા 20 જિલ્લામાં અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં 5થી 13.31 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 45 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં સૌથી વધુ 13.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય કેશોદમાં 11.22 ઈંચ વરસાદ,વંથલીમાં 10.39 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, કપરાડામાં 8.27 ઈંચ વરસાદ, માણાવદરમાં 8.23 ઈંચ, ચીખલીમાં 8.03 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ,રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 6.61 ઈંચ વરસાદ, જલાલપોરમાં 5.98 ઈંચ, ખેરગામમાં 5.94 ઈંચ, તાલાલામાં 5.67 ઈંચ, પારડીમાં 5.39 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 5.31 ઈંચ, ભાવનગરના મહુવામાં 5.31 ઈંચ, વાપીમાં 5.12, ઉમરગામમાં 5 ઈંચ, સુરતના મહુવામાં 4.96, વ્યારામાં 4.92 ઈંચ, ધરમપુરમાં 4.92 ઈંચ, કાલાવડમાં 4.92 ઈંચ, માળિયાહાટીનામાં 4.88 ઈંચ, વાંસદામાં 4.84, વાલોડમાં 4.69 ઈંચ, દ્વારકામાં 4.49 ઈંચ, ગારીયાધારમાં 4.37 ઈંચ, મહુધામાં 4.37, સુત્રાપાડામાં 4.33 ઈંચ વરસાદ વરસ્યો હતો.              

કલ્યાણપુરમાં જળબંબાકાર

મૂશળધાર વરસાદ બાદ દ્વારકાના કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણપુરનું રાવલ ગામ ફરી પાણી પાણી થયું હતું. રાવલ ગામની ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાવલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા. 19 ઓગસ્ટે કલ્યાણપુરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના કેશોદના બાલાગામ ઘેડમાં રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બે સ્થળોએથી સાત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં દીલધડક રેસ્ક્યૂ કરાયું હતું. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Embed widget