શોધખોળ કરો
ફરીથી હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર, ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી
બીજી બાજુ ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. તો એ જ હિમવર્ષાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે.
![ફરીથી હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર, ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી The meteorological department has forecast cold wave in this district of Gujarat ફરીથી હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર, ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/28220857/Gujarat-winter.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
રાજયમાં આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડી અનુભવાશે. હવામાન વિભાગના મતે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં કોલ્ડવેવની પણ આગાહી કરવામા આવી છે. રાજયમાં આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. નલિયાનું મિનિમમ તાપમાન 4.2 ડિગ્રી રહ્યું હતું.
તો કેશોદનું 7.1 ડિગ્રી, ભૂજ 9 ડિગ્રી, પોરબંદર અને રાજકોટ 9.3 ડિગ્રી અને અમદાવાદનું 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સુરત જિલ્લાના બારડોલી અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી હતી. દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢ અને વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું થયું હતું.
બીજી બાજુ ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. તો એ જ હિમવર્ષાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભારે હિમવર્ષાથી સતત ત્રીજા દિવસે શ્રીનગર હાઈ વે બંધ રહેતા 4500થી વધુ વાહનો ફસાયા હતા. તો રાજધાની દિલ્લીમાં પણ ઠંડી વચ્ચે વરસાદ વરસતા તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે.
શ્રીનગરમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા થતા હાઈવે બંધ કરી દેવાની ફરજ પડી હતી અને મોટી મોટી મશીનરીથી રસ્તા પર જામેલા બરફના થરને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. હિમાચલના શિમલામાં યલો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)