Weather Update: આકાર તાપની ચેતવણી, રાજ્યના આ જિલ્લામાં હિટવેવની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચે જઇ રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ વધુ આકાર તાપની આગાહી કરી છે.
![Weather Update: આકાર તાપની ચેતવણી, રાજ્યના આ જિલ્લામાં હિટવેવની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ The Meteorological Department has issued a yellow alert on the forecast of heat wave in this city of Gujarat Weather Update: આકાર તાપની ચેતવણી, રાજ્યના આ જિલ્લામાં હિટવેવની આગાહી સાથે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/23/01c11e9019f2c4db40f5d2353d5d96f0171116556527981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Update:ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં આકરા તાપની પણ શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે હિટવેવને લઇને કચ્છ-સૌરાષ્ટ્રમાં 4 દિવસનું યલો એલર્ટ આપ્યું છે. આગામી ચાર દિવસ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથમાં અને અમરેલી,રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર જૂનાગઢ, કચ્છમાં પણ આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. 11 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પારને પહોંચ્યો છે. હીટવેવની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ આપ્યું છે. કામ વગર બપોરના સમયે બહાર ન જવા અપીલ કરી છે.
તો બીજી તરફ ગરમીને લઇને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને પ્રશાસન એલર્ટ થયું છે. સરકારે તમામ DEOને જરૂરી પગલા લેવા આપી સૂચના આપી છે. DEOએ સ્કૂલ આચાર્યોને પરિપત્ર જાહેર કર્યો છે. સ્કૂલોના સમય ફેરફાર સહિતના પગલાં લેવા આદેશ કર્યો છે.
રાજ્યના આ શહેરોમાં તાપમાન પહોંચ્યો 38 પાર
- અમરેલીમાં તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું
- રાજકોટમાં તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું
- કેશોદમાં તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું
- સુરેન્દ્રનગરમાં તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું
- અમદાવાદમાં તાપાન 38.9 ડિગ્રી નોંધાયું
- વડોદરામાં તાપમાનનો પારો 38.6 ડિગ્રી પહોંચ્યો
- ભૂજમાં તાપમાનનો પારો 38.5 ડિગ્રી પહોંચ્યો
- ગાંધીનગરમાં તાપમાન 38.0 ડિગ્રી નોંધાયું
- ડીસામાં તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું
- ભાવનગરમાં તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું
- મહુવામાં પણ તામાનનો પારો 37.2 ડિગ્રી પહોચ્યો
દેશના હવામાનની વાત કરીએ તો રાજધાની સહિત રાજ્યના દક્ષિણ-મધ્ય, દક્ષિણ-પૂર્વ, ઉત્તર-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભાગોનું હવામાન શુષ્ક રહેશે. બિહારના 4 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ખેડૂતો અને ખલાસીઓને ચેતવણી આપવામાં આવી છે.ઉત્તર બિહારના 4 જિલ્લામાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. દરભંગામાં સૌથી વધુ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ હતું. ખેડૂતો અને નાવિકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. કટિહાર, સુપૌલ અને મધેપુરામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.સુપૌલ, અરરિયા, કિશનગંજ અને ઔરંગાબાદ જિલ્લાના ઉત્તર-પૂર્વ ભાગોના ચાર જિલ્લાઓમાં એક અથવા બે સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી આપી છે. 24-25 માર્ચે સીતામઢી, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહારમાં એક-બે જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)