Heat wave Forecast: રાજ્યના આ શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 40ને પાર, હિટવેવની આગાહીને લઇને આ શહેરમાં યલો એલર્ટ
આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ગરમીને લઈને યલો એલર્ટ પણ અપાયું છે.
Heat wave Forecast:રાજ્યમાં પણ આકાશમાંથી જાણે અગનવર્ષા વરસવા લાગી છે.ત્રણ શહેરોનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઇ ગયું છે. તો છ શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.. કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ગરમીને લઈને યલો એલર્ટ પણ અપાયું છે.
ચૂંટણીના મતદાનને દિવસે અમદાવાદમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 7 મેના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું.
કચ્છ-સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપના વર્તાય રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં 42.3 ડિગ્રી તાપમાનમાં શેકાયું છે. સુરેન્દ્રનગર અને રાજકોટ અમરેલીમાં તાપમાનનો પારો પહોંચ્યો 42 ડિગ્રીએ પહોચ્યો છે. ભૂજમાં 40.6 ડિગ્રી, તો કેશોદમાં નોંધાયું 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં ગરમ અને ભેજવાળુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
આકરી ગરમીથી મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના નાગરિકો શેકાયા છે. પાટનગર ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરા અને ડીસામાં તાપમાનનો પારો 40.8 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભ વિદ્યાનગર અને સુરતનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રીને પાર પહોંચ્યું છે. દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમીના કારણે પટણામાં પ્રી-સ્કૂલ, આંગણવાડી, સ્કૂલો સવારના સાડા દસથી સાંજના ચાર વાગ્યા સુધી બંધ રાખવા આદેશ અપાયો છે. ભીષણ ગરમી અને લૂને લીધે કેટલાક રાજ્યોમાં સ્કૂલો બંધ રાખવા આદેશ કરાયો છે. છત્તીસગઢમાં 15 જુન સુધી રજા જાહેર કરાઈ છે. તો ઝારખંડમાં હાલ પૂરતી રમત ગમત અને બહારની પ્રવૃતિઓ પર બૈન લગાવી દેવાયો છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ , પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં ગંગા હિટવેવ યથાવત રહેશે. આ રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMD અનુસાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, સૌરાષ્ટ્ર, કચ્છ, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે. રાયલસીમા અને દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગોમાં રાત ગરમ રહેવાની છે. તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તાપમાન 44-47 ડિગ્રી રહેશે.