શોધખોળ કરો
રવિન્દ્ર જાડેજાની પત્નીએ જામનગરમાંથી નોંધાવી દાવેદારી, જાણો સૌથી મોખરે કયા નેતાનું નામ છે?

જામનગર: જામનગર ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની બેઠકની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમણ વોરા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા છે. આ પ્રંસગે ઉમેદવારી નોંધાવવા લોકો ઉમટી પડ્યા હતાં. જેમાં ત્રણથી ચાર નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે જોકે હવે જોવાનું એ રહ્યું હતું કે ટીકિટ કોને મળે છે.
સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જામનગર બેઠક પર દાવેદારી નોંધાવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. સેન્સ પ્રક્રિયામાં રીવાબા હાજર રહ્યા હતા.જામનગર બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં જામનગર, રાજકોટના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીવાબાએ દાવેદારી નોંધાવી છે. પરંતુ હાલ હાર્દિક પટેલ કાયદાકીય ગૂંચવણમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી તરફ તાજેતરમાં ભાજપમાં આવેલા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ભાજપ તક આપે તેવી સંભાવના છે. જો કે સેન્સ પ્રક્રિયામાં પૂનમ માડમનું નામ મોખરે હતું. જ્યારે જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ હાર્દિક પટેલને મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે.
સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જામનગર બેઠક પર દાવેદારી નોંધાવતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. સેન્સ પ્રક્રિયામાં રીવાબા હાજર રહ્યા હતા.જામનગર બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં જામનગર, રાજકોટના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીવાબાએ દાવેદારી નોંધાવી છે. પરંતુ હાલ હાર્દિક પટેલ કાયદાકીય ગૂંચવણમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી તરફ તાજેતરમાં ભાજપમાં આવેલા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ભાજપ તક આપે તેવી સંભાવના છે. જો કે સેન્સ પ્રક્રિયામાં પૂનમ માડમનું નામ મોખરે હતું. જ્યારે જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ હાર્દિક પટેલને મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે. વધુ વાંચો





















