શોધખોળ કરો
Advertisement
રાજ્યની 6 મનપાના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થયું, જાણો ભાજપ-કોંગ્રેસના કેટલા ઉમેદવાર છે મેદાનમાં
અમદાવાદ મનપામાં કુલ 317 ફોર્મ પરત ખેંચાતા હવે 480 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના 192 ઉમેદવારો અને કૉંગ્રેસના 189 મેદાનમાં ઉતરશે.
રાજ્યની 6 મહાનગરપાલિકામાં કેટલા ઉમેદવાર મેદાનમાં તેનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠકો પર 299 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. રાજકોટ મનપાની ચૂંટણી યોજાય તે પહેલા જ કૉંગ્રેસે બે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે.
તો વડોદરા મનપાના 19 વોર્ડની 76 બેઠકો પર 287 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 7 ફોર્મ પરત ખેંચાયા. અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠક પર 480 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
અમદાવાદ મનપામાં કુલ 317 ફોર્મ પરત ખેંચાતા હવે 480 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના 192 ઉમેદવારો અને કૉંગ્રેસના 189 મેદાનમાં ઉતરશે.
તો જામનગર મનપામાં 16 વોર્ડની 64 બેઠક પર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 14 ફોર્મ પરત ખેંચાતા હવે 236 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના 64 અને કૉંગ્રેસના 62 ઉમેદવારો મેદાનમાં ઉતરશે.
સુરત મનપાના 30 વોર્ડમાં 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. સુરતમાં કૉંગ્રેસના ઉમેદવારો સહિત કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા 30 વોર્ડની 120 બેઠક પર કુલ 484 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
સુરતમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે તેમાં ભાજપના 120, કૉંગ્રેસના 117, આમ આદમી પાર્ટીના 114, અપક્ષ 55 અને અન્ય પક્ષના 78 ઉમેદવારો છે.
ભાવનગર મનપાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 10 ફોર્મ પરત ખેંચાતા ભાવનગર મનપામાં હવે કુલ 211 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement