શોધખોળ કરો

રાજ્યમાં આગામી પાંચ દિવસ આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ખરીફ પાકની વાવણી શરૂ

રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ગુજરાતની આસપાસના વિસ્તારમાં વરસાદ ખેંચી લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી એક સપ્તાહ સુધી નવું લો-પ્રેશર બનવાની શક્યતા નહીં હોવાથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો ૮૭.૩૦ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ૩૦ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૧૦.૩૮ ટકા છે.

હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડે તેની સંભાવના નથી.

રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૪૫.૦૯ ટકા જળસંગ્રહ છે. ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૩૭.૧૪ ટકા જળસંગ્રહ છે અને ચાર  જળાશયો હાઇ એલર્ટ પર છે. તો ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું.

રાજ્યમાં હવે પાંચ દિવસ મેઘરાજા ખમૈયા કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.5 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે સારો વરસાદ વરસતા હવે ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી છે. રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર 8.06 ટકા થયું છે. રાજ્યમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. વરસાદ વરસશે તેમ આગામી દિવસોમાં વાવેતરમાં પણ વધારો થશે.

અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 80 હજાર હેકટરમાં કપાસ, મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરાયું છે. જે પૈકી 54 હજાર હેકટરમાં તો આગોતરૂ વાવેતર કરી નખાતા ખેડૂતોને ફાયદો થયો છે. વરસાદે વિરામ લેતા ઉપલેટા તાલુકામાં ખેડૂતોએ પાકમાં બેલી શરૂ કરી છે. ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે મોટાભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું આગોતરુ વાવેતર કર્યું હતું. હાલ રાજકોટ જિલ્લામાં વાવણી સમયે જ મજૂરોની અછત સર્જાઈ છે. મજૂરો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કોરોનાના કારણે શ્રમિકો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ચાલ્યા ગયા હતાં. જે આજ સુધી પરત ન ફરતા શ્રમિકોની અછત સર્જાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget