Ahmedabad plane crash: ડ્રીમ લાઇનર બન્યું ડેથ લાઇનર, અધૂરી સફર, અધૂરી કહાણી.... દરેકની દર્દનાક દાસ્તાન
Ahmedabad plane crash: 12 જૂન ગુરૂવારે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટસ મેઘાણી નગરમાં બી જે મેડિકલ હોસ્ટેલ સાથે ટકરાઇ અને એકના નહિ પરંતુ 278 લોકોના સપના ચકનાચૂર થઇ ગયા આ અધુરી સફર સાથે દરેકની કહાણી પણ અધુરી રહી ગઇ..

Ahmedabad plane crash:12 જૂન ગુરૂવારનો દિવસ એ 278 લોકો માટે કાળ બનીને આવ્યો જેને આ ફ્લાઇટના કારણે જિંદગી કોઇને કોઇ રીતે ગુમાવી, દરેકની એક અધુરી કહાણી છે. પ્લેનના સવાર રમેશ વિશ્વાસ સિવાય દરેક માટે આ ડ્રિમ લાઇનર ડેથ લાઇનર બની ગઇ. જાણીએ દરેકની શું છે કહાણી
પતિના મળવા પ્રથમવાર જતી હતી લંડન
રાજસ્થાનના બાડમેરના ખુશ્બુ રાજપુરોહિતનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. બાડમેરના અરાબા ગામની ખુશ્બુ રાજપુરોહિતના DNA મેચ થતાં આજે તેમનો મૃતદેહ તેમને સોપાયો હતો. આ સમયે પરિવારની સ્થિતિ ખૂબજ નિરાશામાં અને દુ:ખમાં હતી. ઉલ્લેખનિય છે કે, ખુશ્બુની આ પહેલી હવાઇ સફર હતી. જે અંતિમ બની ગઇ. પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. જાન્યુઆરી 2025માં ખુશ્બુના થયા બાદ તે પહેલી વખત લંડન પતિને મળવા જતી હતી. ખુશ્બુ રાજપુરોહિતને પિતા એયરપોર્ટ પર તેમને મૂકવા આવ્યાં હતા. ખુશ્બુને મૂકીને બહાર નીકળતા જ દુર્ઘટના અંગે થઈ જાણ થઇ હતી. આજે તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. જો કે પરિવાર સાથે વાત કરતા પરિવારે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હજુ પણ મન માનવા તૈયાર નથી થતું કે, ખુશ્બુ નથી
પતિને જન્મદિવસ મનાવવા જતી હતી લંડન
અમદાવાદ વિમાન દુર્ઘટનાએ ઘણા પરિવારોને હચમચાવી નાખ્યા છે. આ અકસ્માતમાં ઇન્દોરના હોરા પરિવારે તેમની પુત્રવધૂ હરપ્રીત ગુમાવી. હરપ્રીત તેના પતિ રોબીને મળવા લંડન જઈ રહી હતી.
હરપ્રીતના સાસરિયા ઇન્દોરમાં છે અને તેના માતાપિતાનું ઘર અમદાવાદમાં છે. તેના લગ્ન વર્ષ 2020 માં રોબી સાથે થયા હતા. રોબી લંડનમાં કામ કરે છે. બંનેએ રોબીનો જન્મદિવસ સાથે ઉજવવાનું આયોજન કર્યું હતું. હરપ્રીત પહેલા 19 જૂને લંડન જવાની હતી, પરંતુ રોબીનો જન્મદિવસ 16 જૂને હોવાથી, હરપ્રીત પોતાનો પ્લાન બદલીને 12 જૂને જ લંડન જવા રવાના થઈ ગઈ.
હર્ષિત અને પૂજા તેમના પિતાને સરપ્રાઇઝ આપી હતી જે અંતિમ બની ગઇ
આ દુર્ઘટનામાં અમદાવાદના રહેવાસી અનિલ પટેલે પોતાનો એકમાત્ર પુત્ર હર્ષિત અને પુત્રવધૂ પૂજા ગુમાવી દીધી હતી, હર્ષિત અને પૂજા છેલ્લા બે વર્ષથી લંડનમાં રહેતા હતા. થોડા સમય પહેલા પૂજા ગર્ભવતી થઈ હતી, પરંતુ કમનસીબે તેણીનું ગર્ભપાત થયું. સારવાર અધૂરી રહી જતાં, બંનેએ ભારત પાછા ફરવાનું નક્કી કર્યું. તે માત્ર 15 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો અચાનક આવીને સરપ્રાઇઝ આપી હતી જો કે તે સરપ્રાઇઝ આખરી બની ગઇ. તેની પરત ફરવાની ફ્લાઇટ 12 તારીખે હતી. પરંતુ તે પહેલાં, નિયતિ બધું છીનવી ગઈ.
લંડન પહોંચી દીકરાને આપવા માંગતા હતા સરપ્રાઇઝ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દરેક પરિવારની દર્દનાક ગાથા છે. જે અધૂરી રહી ગઇ..જે તેમના જીવનમાં ક્યારેય હવે પૂર્ણ નહિ થાય. જીવનમાં પહેલી વાર વિમાનમાં ચઢતા પહેલા, એક પિતા અને માતા લંડનમાં તેમના નાના પુત્રને મળવા માટે ઝંખતા હતા, પરંતુ કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે મુલાકાત પહેલાં માતાપિતા આંખો બંધ કરશે.
મૂળ સાંગોલાના મહાદેવ પવાર અને આશાતાઈ પવાર ગુજરાતની એક કપાસ મિલમાં કામ કરતા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. મહાદેવ અને આશાતાઈ પવાર બુધવારે તેમના નાના પુત્રને મળવા લંડન જવા રવાના થયા. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના જીવનની પહેલી વિમાન યાત્રા ફક્ત થોડીક સેકન્ડની રહેશે.





















