શોધખોળ કરો
ગુજરાતના આ 11 જિલ્લામાં આજે પડશે ધોધમાર વરસાદ, જાણો શું છે કારણ ?
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ સમુદ્રથી 3.1 કિલોમીટરથી 3.6 કિલોમીટર વચ્ચેની ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
![ગુજરાતના આ 11 જિલ્લામાં આજે પડશે ધોધમાર વરસાદ, જાણો શું છે કારણ ? There will be heavy rains in these 11 districts of Gujarat today, know what is the reason? ગુજરાતના આ 11 જિલ્લામાં આજે પડશે ધોધમાર વરસાદ, જાણો શું છે કારણ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/09155918/rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી એવા હવામાન વિભાગના દાવા વચ્ચે ધોધમાર વરસાદ પડવો શરૂ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગે આજે એટલે કે મંગળવારે જ જૂને અને આવતી કાલે એટલે કે બુધવારે 10 જૂને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૯ જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ એ 11 જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ સમુદ્રથી 3.1 કિલોમીટરથી 3.6 કિલોમીટર વચ્ચેની ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-અમરેલી-રાજકોટ-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. '
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)