ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી
Ambalala forecast:ગુજરાત પર ત્રણ ત્રણ વાવાઝોડાનો ખતરો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની ચેતવણીહવામાન નિષ્ણાત અંબાલાલે ફરી વાવાઝોડા સાથે વરસાદના સંકેત આપ્યાં છે. સાયક્લોનિક સિસ્ટમની ગુજરાત પર અસરને લઇને અનુમાન વ્યક્ત કર્યું છે.
Weather update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી વાવાઝોડાની અસરથી ભારે વરસાદનું અનુમાન વ્યક્ત ક્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7થી 14 નવેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાત 'દાના' જેવુ સ્વરૂપ ધારણ કરી શકે છે. 18થી 25 નવેમ્બર . વચ્ચે બીજા એક ચક્રવાત બનવાની પણ શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં વાવાઝોડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ડિસેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સક્રિય થશે. 'અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ નહીં ફંટાય તો રાજ્યમાં ભારે વરસશે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.
ચક્રવાતી તોફાન દાના નબળા પડ્યા બાદ બંગાળ અને ઓડિશા સહિતના પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બની રહી છે. જો કે આજે પણ કેરળ, ઝારખંડ, ઓડિશામાં વરસાદનું એલર્ટ છે. જો દિલ્હીની વાત કરીએ તો હવાની ખરાબ ગુણવત્તાના કારણે લોકોની મુશ્કેલી વધી છે.
ચક્રવાતી તોફાન દાનાની અસર નબળી પડી છે. જે બાદ કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં સુધારો થયો છે. માત્ર બંગાળમાં જ નહીં પરંતુ ઓડિશા, કેરળ, ઝારખંડ સહિત જ્યાં પણ ભારે વરસાદ થયો છે ત્યાં સ્થિતિ સુધરી રહી છે.. જો કે હવામાન વિભાગે આજે પણ ઓડિશા, બંગાળ અને ઝારખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કેરળમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. ચાલો આગળ જણાવીએ કે આજે દિલ્હી-NCR સહિત યુપી-બિહાર, રાજસ્થાનમાં કેવું રહેશે હવામાન.
ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. જેમ જેમ ઓક્ટોબર આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીની અસર અનુભવાવા લાગી છે. આજે પશ્ચિમ યુપીમાં હવામાન સ્વચ્છ રહેશે. ધીમે ધીમે તાપમાનમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. લખનૌમાં પણ ગઈરાત્રે હળવો પવન ફૂંકાવાને કારણે થોડી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. શુક્રવારે દાના તોફાનના કારણે બિહારમાં ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો હતો. જો કે આજે મોટાભાગના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.