શોધખોળ કરો

વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં મોટું ભંગાણઃ AAPનાં 5 નેતાઓ થોડીવારમાં ભાજપમાં જોડાશે

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાનું એંધાણ છે. આજે સાંજે આપના 5 નેતાઓ ભાજપમાં જોડાવાના છે. આ અંગે ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાનું એંધાણ છે. આજે સાંજે આપના 5 નેતાઓ ભાજપમાં જોડાવાના છે. આ અંગે ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે,  ચાર આપના કાઉન્સિલરો સંપર્ક વિહોણા બન્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીએ કબૂલાત કરી છે. સુરત શહેર પ્રેમ  મહેન્દ્રભાઈ  નાવડીયાએ જણાવ્યું હતું કે, આ કાઉન્સિલરો સંપર્ક વિહોણા છે. અમે તેમના ઘરે જઈને તપાસ કરી છે. પક્ષ વિરોધી કામગીરી કરનારા કાઉંસિલરો વિરુધ્ધ કાર્યવાહી કરાશે. પક્ષ વિરોધી કામગીરી કરાનારાઓને નહીં ચલાવી લેવાય.

વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં મોટું ભંગાણઃ AAPનાં 5 નેતાઓ થોડીવારમાં ભાજપમાં જોડાશે

સુરતના ચારેય કોર્પોરેટરો તેમના સંપર્કમાં ન હોવાની આપ શહેર પ્રમુખે કબૂલાત કરી છે. કોર્પોરેટર વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા સંપર્કમાં નથી. ચારેય કોર્પોરેટર ગાંધીનગરમાં હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. સુરત મનપામાં આપમાં ગાબડું પાડવા ભાજપે કમર કસી છે. ભાજપના મંત્રીઓની નજીક ગણાતા બિલ્ડર બટુક મોવલિયાને ભાજપે મેદાનમાં ઉતર્યા છે. બટુક મોવલિયાએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. મંત્રી આવાસમાં બટુલ મોવલિયા આજે નજરે પડ્યા હતા. AAP¶ÛÛ ચારથી વધુ કોર્પોરેટર તોડવાની ભાજપની રણનીતિ છે. સુરત મનપામાં આપનું સંખ્યાબળ 27 છે. 

મહેશ સવાણીએ રાજીનામું આપતાં જ સુરતમાં આપ તૂટવાની શરૂઆત થઈ છે. સુરતમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિવર ભાવના સોલંકી, વોર્ડ નંબર 3ના રૂતા દુધાગરા, વોર્ડ નંબર 8ના જ્યોતિકા લાઠિયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયા રાજીનામું આપી શકે છે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. 

આપના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીએ નોટિસ આપી હતી. પાર્ટીમાંથી કાઢી કેમ ન મુકવા તે અંગે ખુલાસો માંગ્યો હતો. વિપુલ મોવલિયા વોર્ડ નંબર 16ના આપના નગરસેવક છે. વિપુલ મોવલિયાને પાર્ટી વિરુદ્ધની કામગીરીની આશંકાએ નોટિસ આપવામાં આવી છે. વિપુલ મોવલિયા પાસે તેઓને કેમ પાર્ટીમાંથી કાઢવામાં ના ન આવે તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.

વિપુલ મોવલિયા પાટીદાર અગ્રણી બટુક મોવલિયાના સંપર્કમાં હોવાનો આરોપ છે. સૂત્રોના મતે હાલ 4 થી 5 આપના કાઉન્સિલર બટુક મોવલિયાના સંપર્કમાં છે. બટુક મોવલિયા આપમા મોટું ગાબડું પાડે તો નવાઈ નહી. હાર્દિક પટેલ જેલમાં હતો ત્યારે મધ્યસ્થી તરીકે બટુક મોવલિયાએ જવાબદારી નિભાવી હતી. બટુક મોવલિયા પાટીદાર અગ્રણી અને મોટા બિલ્ડર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget