શોધખોળ કરો

આજે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખના નામની થશે જાહેરાત, જાણો કોની છે શક્યતા?

ન્યૂઝ એજન્સી એએનઆઇએ ગઈ કાલે કરેલા ટ્વીટ પ્રમાણે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરશે.

નવી દિલ્લીઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ થઈ છે. ત્યારે હવે આજે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. જોકે, નવા પ્રમુખની જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ગઈ કાલે કરેલા ટ્વીટ પ્રમાણે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરશે.

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. આજે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી અંગે મંથન થશે. અર્જુન મોઢવાડિયા અને સાંસદ અમીબેન યાજ્ઞિક ગઈ કાલે સવારે દિલ્હી જવા રવાના થયા હતા. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને શૈલેષ પરમાર સાંજે રવાના થયા હતા. પરેશ ધાનણી રાત્રે 9 વાગ્યાની ફલાઇટમાં દિલ્હી ગયા હતા. હાર્દિક પટેલ અને નરેશ રાવલ હાલ દિલ્હી પહોંચી ચૂક્યા છે. આજે સવારે 10 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી સાથે નેતાઓની બેઠક મળવાની છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડ કોના નામ જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે આજે દિલ્હીમાં મંથન થશે. ગુજરાતના 15 નેતાઓ સાથે રાહુલ ગાંધી વન ટુ વન ચર્ચા કરશે. પ્રમુખ માટે હાર્દિક પટેલ અને શક્તિશિહ ગોહિલનું નામ સૌથી આગળ છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પણ ચર્ચામાં છે. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ આગળ છે.  

ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા બાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રભારી રઘુ શર્મા સાથે બેઠક કરશે. બેઠક પછી ગમે ત્યારે પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ અંગે જાહેરાત થશે. નવા પ્રમુખ અને વિપક્ષના નેતા જાહેર થયા બાદ તેઓ બાકીની કમિટીઓ નક્કી કરશે. આજે 10.30 કલાકથી રાહુલ ગાંધી ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કરશે. રાહુલ ગાંધી યુવા નેતાગીરીને પ્રોત્સાહન આપવાના મૂડમાં હોવાનો કોંગ્રેસના નેતાઓનો દાવો છે. 

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ગામતળની દરખાસ્તો મુદ્દે શું લીધો મોટો નિર્ણય? કેટલા દિવસમાં આવી જશે ઉકેલ?

ગાંધીનગરઃ કલેકટર કોન્ફ્રરન્સ મુદ્દે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, મહેસુલ વિભાગના નાના મોટા પ્રશ્નો સંદર્ભે ચર્ચા થઈ. નાગરિકોને મહેસુલ વિભાગોના કામોમાં સરળતા થાય તે દિશામાં કામ કરવા સૂચનાઓ આપી છે. મહેસુલ વિભાગના તમામ અધિકારીઓ સહિત જિલ્લા કલેકટરો જોડાયા હતા. અધિકારીઓ પાસે રહેલ પડતર અરજીઓને રિમાર્ક કર્યા બાદ પરત મોકલવા સંદર્ભે કામગીરી ઝડપથી કરવા સૂચન કર્યું છે.

તેમણે કહ્યું કે, મહેસુલી કાર્યોમાં થતા વિલંબ અંગે મહેસુલ મંત્રીએ ઉદાહરણ આપ્યું. ઘેલા રૂપરેલીયા નામના ખેડૂતની 14 એકર જમીન છે. 7 અને 12 ના ઉતારામાં 4 એકર બતાવાઈ છે. 24 વર્ષથી જમીન માપણી બાબતે લડતો આવ્યો છે. આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. અગ્રીમ રીતે કેસના નિકાલ થવા જોઈએ. મેટર રિમાન્ડ કરવાને બદલે ગુણદોષ ઓર સીધો નિકાલ કરવો જોઈએ. સુનવણી પછી ઝડપથી ચુકાદો આપી દેવો જોઈએ. શક્ય બને તો 3 દિવસમાં ચુકાદો આપવો જોઈએ. મહેસુલી પ્રશ્નોના લોક પ્રશ્નોના મેળાઓ આવતા સમયમાં યોજાશે. જેમાં પ્રભારી મંત્રીઓ હાજર રહે તેવી અમારો આગ્રહ રહેશે.

તેમણે કહ્યું કે, ગામતળની દરખાસ્તો માટે નવી દરખાસ્તો તૈયાર કરાઈ. ગામતળની તમામ પેન્ડિગ દરખાસ્તો 15 દિવસના ગાળામાં ક્લિયર કરવા કહેવાયું છે. આવતા મહિના સુધીમાં જે પરિણામ આવશે તે જાહેર કરીશ. જાહેર હેતુ માટે જે જમીન જગ્યાની માગણીની દરખાસ્તોનો ઝડપથી નિકાલ કરવા માટે કડક સૂચનાઓ આપી છે. બિન ખેતીમાં ઔધોગિક હેતુના પરવાનગીમાં વિલંબ ન થાય તે કેહવાયુ છે.  અનિર્ણાયક સ્થિતિમાં મહેસુલ વિભાગ રહેવા માંગતું નથી નિર્ણાયક મહેસુલ વિભાગ હશે.  સરકારનું હિત જળવાય રહે તેવા કોર્ટ કેસમાં તમામ બાબતો કલેકટર કચેરી તરફથી સરકારી વકીલોને પૂરતો સહયોગ મળી રહે તે દિશામાં લહેવાયું છે.

તેમણે કહ્યું કે, અમુક જિલ્લામાં રી સર્વેના અમુક પ્રશ્નોનો ટુંક સમયમાં નિકાલ થશે. આ માટે ઉચ્ચ સ્તરીય એક્સપર્ટ કમિટીની બેઠક કરવાના છીએ. જેમાં ઝડપથી નિકાલ લવાશે. ધાર્મિક સંસ્થાઓને અપાયેલ જમીનો અમુક વખત વેચાય જાય છે, જેને અટકાવવા માટે કલેકટરોને સૂચનાઓ આપી છે. સ્ટે સંજ્ઞાન લેવાય તે તમામ પગલાંઓ લેવા કલેકટરને કહેવાયું છે. સરકારી ગૌચર જમીન પર દબાણો ન થાય તે માટે સૂચનાઓ આપી છે. પ્રોપર્ટી કાર્ડ માટેનું કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. તમામ લોકોને તાત્કાલિક પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે. રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર દ્વારા જિલ્લા કલેક્ટરોને ત્યાં ઓચિંતી ચકાસણી કરશે અને રિપોર્ટ સરકારને સબમિટ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget