શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગરમાં કોરોનાએ મચાવ્યો હાહાકારઃ વધુ 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ, જાણો ક્યાં ક્યાં નોંધાયા કેસ?
આજે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં 5 કોરોનાના કેસો નોંધાયા છે. તેમજ બે ધ્રાંગધ્રા તાલુકામાં અને 3 લીંબડીમાં નોંધાયા છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ 10 કેસમાંથી સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં 5 કેસ નોંધાયા છે. તેમજ બે ધ્રાંગધ્રા તાલુકામાં અને 3 લીંબડીમાં નોંધાયા છે.
આ કેસોની વિગત જોઇએ તો, સુરેન્દ્રનગરની ડાયમંડ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષના આધેડ, શહેરી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના ડોકટર, વીઠ્ઠલપ્રેસ રોડ પર રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલા તેમજ એક વ્યક્તિ અને રતનપરમાં એક વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં રહેતા માતા અને પુત્ર તેમજ લીંબડી શહેરી વિસ્તારમાં ત્રણ કેસ મળી કુલ 10 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.
કોરોના પોઝિટિવ આવતાં તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૧૨5એ પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement