શોધખોળ કરો

Rain & Weather: આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો અમદાવાદ સહિત ક્યાં ક્યાં પડશે ?

હવામાન અપડેટ પ્રમાણે, આજે ફરી એકવાર રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે,

Rain & Weather: ગુજરાતમાં અત્યારે ચોમાસા જેવો માહોલ સર્જાઇ ગયો છે, છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, હવે આ વરસાદને લઇને આજે પણ મોટુ અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આજે પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન અંગે આજે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. 

હવામાન અપડેટ પ્રમાણે, આજે ફરી એકવાર રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આજે રાજ્યમાં અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની પડવાની આગાહી છે. વરસાદની સાથે સાથે આજે 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફંકાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ગુજરાતનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. 

આજે ક્યાં  કયા વિસ્તારમાં પડશે વરસાદ

Weather Forecast:રાજ્યમાં હજું પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકમાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજયના 20 જિલ્લામાં  50 કિલોમીટરની  ઝડપે પવન સાથે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર,ખેડા,મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ. સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બનાસકાંઠામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.આજ સવારથી બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે. થરાદ પંથક વરસાદના કારણે વીજળી ગૂલ થઇ ગઇ છે,અઙીં લાખણી, જસરા ગેળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. પાલનપુર, જાલોત્રામાં ભારે પવન સાથે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.ગઇ કાલે અંજારમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો તો પાલીતાણા અને ધોરાજીમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્તા વાતારણમાં ઠંડુંગાર બની ગયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગઇ કાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ મળ્યાં છે. રાજ્યમાં ગઇ કાલ સાંજે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો તો રાજકોટના ધોરાજી અને ભાવનગરના પાલીતાણા 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિંહોરમાં 1.15 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અહીં બોપલ, સેલા, ગોતા, પાલડી. પ્રહલાદ નગર, સેટેલાઇટ વિસ્તાર સહિતના વિસ્તારમાંવરસાદ પડતાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા. વરસાદના મેચમાં પણ વિધ્નરૂપ બન્યો હતો. ફાઈનલમાં અડધા મેચથી ફરી વરસાદ વિઘ્ન રૂપ બનતા મેચ રોકાઇ હતી. બીજી ઇનીંગના 3 બોલ બાદ જ વરસાદ આવતા મેચ રોકાઈ હતી. ભાવનગર જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરના ખોખરામાં આવેલ નદી બે કાંઠે વહેતી  થઈ છે. ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળતી નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારના દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે પરંતુ કમોસમી વરસાદમાં ભર ઉનાળે નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અહીં ભરઉનાનળે  ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયો છે. બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે  વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે  ખેતરોમાં  અંધારપટ છવાઇ ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget