શોધખોળ કરો

આણંદ એક્સપ્રેસ વે પર ટ્રક પાછળ ટ્રક અથડાતા એકનું મોત

આણંદમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક્સપ્રેસ વે પર ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા ચાલકનું મોત થયું છે.

આણંદ: આણંદમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક્સપ્રેસ વે પર ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતા ચાલકનું મોત થયું છે. ટ્રક ડ્રાઈવર મુંબઈથી ટ્રક લઈને અમદાવાદ આવવા માટે રવાના થયો હતો. અન્ય ટ્રકમાં પણ ડ્રાઈવર મુંબઈથી માલ ભરી અમદાવાદ આવી રહ્યો હતો. બંને ટ્રક ડ્રાઈવર મહારાષ્ટ્ર બોર્ડરથી  સાથે નિકળ્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે આણંદ ટોલ પ્લાઝા નજીક આવતા ટ્રકની અન્ય ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. 

આ અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવર રામબચ્ચનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી. પરંતુ એમ્બ્યુલન્સના ડોક્ટરે ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો. આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  

ગોંડલના કમઢિયા ગામ નજીક જોરદાર અકસ્માત, બે બાઈક અથડાતા બે મિત્રોનાં મોત

રાજકોટ જીલ્લાના  ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. કમઢિયા ગામ નજીક મામદેવનાં મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.  બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી. 

બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા તેમજ પ્રકાશભાઈ ભોવાનભાઈ મેણીયા યુવાનોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના અંગે સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

ટ્રક બ્રીજ નીચે પલટી મારતા જોરદાર અકસ્માત, ડ્રાઈવરનું દબાઈ જતા મોત

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક ટ્રકનો જોરદાર અકસ્માત થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. 

ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માલ ભરેલ ટ્રક ફાતિમાના પાટીયા પાસે આવેલ બ્રિજ નીચે પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ચુક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું દબાઈ જવાથી મોત થયું છે.  અકસ્માત વહેલી સવારે થયો છે. ટોરસ ટ્રકનો ડ્રાઇવર કોણ છે ક્યાં રહે છે તે અંગે તળાજા પોલીસ તપાસ હાથ ધરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget