શોધખોળ કરો

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 

ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટરની ટ્રોલીને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હિંમતનગરના લક્ષ્મીપુરામાં ટ્રેક્ટર ટ્રોલી વીજ તારને અડકતા બે ખેડૂતોના મોત.
  • ખેડૂતોએ નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ રજૂઆત કરી હતી.
  • હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં પણ જોખમી વીજ વાયરો લટકી રહ્યા છે.
  • ગોધરામાં ટ્રાન્સફોર્મર પર ઝાડી અને લટકતા વાયરો જોખમી બન્યા.

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના નિપજ્યા મોત છે. ખેતરમાં કામ કરતા સમયે ટ્રોલી સાથે વીજ તારને અડકતા ટ્રેક્ટરમાં સવાર ભાઈ-બહેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ખેડૂત પરિવારના ચાર સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના નીચા તાર ટ્રેક્ટરની ટ્રોલીને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો. આ દુર્ઘટનામાં કાળુભાઈ પ્રજાપતિ અને સરોજબેન પ્રજાપતિનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોમાં UGVCL સામે ભારે રોષ છે. ખેડૂતોનો આરોપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અગાઉ અનેક રજઆતો કર્યા છતાં રિપેરિંગ કરવાની કોઈ કાર્યવાહી કરાતી નથી. ABP અસ્મિતાના રિયાલિટી ચેકમાં પણ અનેક જગ્યાએ જોખમી વીજવાયરલ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. 

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી ચોમાસા પહેલા ભરઉનાળે વીજકાપ મૂકી સમારકામ કામગીરી હાથ ધરાતી હોવાના તો દાવા થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. હજુ હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટે નિર્દોષોનો જીવ લીધાની ઘટના તાજી જ છે. જોકે UGVCLના નિંભર પ્રશાસનની આંખ હજુ સુધી ખુલી નથી. હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં મોતના વાયરો લટકી રહ્યા છે. બે વીજપોલ વચ્ચેથી પસાર થતા વાયરો નીચા જોવા મળ્યા હતા. પરિણામે સ્થિતિ એ છે કે હાથ ઉંચો કરો તો જીવતા વીજ વાયરને અડી શકાય. ખેતરો અને અવરજવરના રસ્તે આટલા નીચા વાયરો હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. અહીં સવાલ એ છે કે શું પ્રશાસન અગાઉની ઘટના પરથી કોઈ બોધપાઠ લેશે ખરા?.  જો આ લટકતા વાયરો નિર્દોષોનો ભોગ લે તો જવાબદાર કોણ?. ક્યાં સુધી કામગીરીના માત્ર વાતો થતી રહેશે.

ગોધરામાં વીજ કંપનીના પાપનો પર્દાફાશ

ગોધરામાં વીજ કંપનીના પાપનો પર્દાફાશ થયો હતો. બામરોલી રોડ પર ટ્રાન્સફોર્મર પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં હતા. અનેક સ્થળોએ વીજ વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ચોમાસામાં ખુલ્લામાં વીજ વાયરો લોકો માટે જોખમી બની શકે છે. શું વીજ કંપની કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે? જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 

Frequently Asked Questions

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટથી કેટલા લોકોના મોત થયા?

હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતો, કાળુભાઈ પ્રજાપતિ અને સરોજબેન પ્રજાપતિના મોત નિપજ્યા છે.

વીજ કરંટ લાગવાનું કારણ શું હતું?

ખેતરમાં કામ કરતી વખતે ટ્રેક્ટરની ટ્રોલી ખેતરની નીચી લટકતી વીજ લાઈનના તારને અડકતા ટ્રેક્ટરમાં વીજ કરંટ પ્રસર્યો હતો.

સ્થાનિક ખેડૂતોનો UGVCL સામે શું રોષ છે?

ખેડૂતોનો આરોપ છે કે વિસ્તારમાં નીચા લટકતા વીજ તાર અંગે અનેક રજઆતો કરવા છતાં UGVCL દ્વારા રિપેરિંગની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં વીજવાયરની શું સ્થિતિ છે?

હિંમતનગરની હડિયોલ ગામની સીમમાં બે વીજપોલ વચ્ચેના વીજવાયરો નીચા લટકી રહ્યા છે, જે હાથ ઊંચો કરતાં સ્પર્શી શકાય તેટલા જોખમી છે.

ગોધરામાં વીજ કંપનીના કયા પાપનો પર્દાફાશ થયો?

ગોધરામાં બામરોલી રોડ પર ટ્રાન્સફોર્મર પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા અને અનેક સ્થળોએ વીજ વાયર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
Embed widget