Sabarkantha: આ પ્રખ્યાત મંદિરમાં ગુરુ-શિષ્યાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ
સાબરકાંઠા: ઇડરના મંદિરમાં બે લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. ઊંઘની દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈડર તાલુકાના ઝાલિયાના મંદિરના ગુરુ શિષ્યાએ આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી મચી ગઈ છે.
સાબરકાંઠા: ઇડરના મંદિરમાં બે લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. ઊંઘની દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઈડર તાલુકાના ઝાલિયાના મંદિરના ગુરુ શિષ્યાએ આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી મચી ગઈ છે. બંન્ને ગામના હનુમાન મંદિરમાં ગુરુ અને શિષ્યા તરીકે સેવા આપતા હતા.
બીનાબેન સીતારામ સુક્લા તેમજ સીતારામ રામદેવ સુક્લાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યાના પ્રયાસ પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. આ સ્યુસાઈડ નોટમાં મંદિર મામલે અસહ્ય ત્રાસને પગલે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું લખ્યું હતું. હાલમા બંન્નેને વઘુ સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે, આ બન્નેને કોણ ત્રાસ આપી રહ્યું હતું અને તેઓ કેવીરીતે આત્મહત્યા કરવા મજબૂર બન્યા.
પોર્ટુગલમાં ફસાઈ ગુજરાતની દીકરી
પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લવાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતના વતની અશોક ચૌહણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દિકરી જિનલ વર્મા તેમના પતિ રાહુલ કુમાર વર્મા સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે અને તેના પતિ દ્વારા તેમની દીકરીને શારિરીક અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. એટલુ જ નહિ, આ દિકરીને પતિ દ્વારા નજર કેદમાં રાખીને હેરાન પરેશાન કરી દેવામા આવી છે. તેથી દિકરીને સહી સલામત ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દિકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દિકરીને સહી સલામત રીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. જે બાદ દિકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
અરજદાર દ્વારા જણાવ્યાનુસાર તેઓની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ અરજદારની રજુઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવામાં આવી હતી અને પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીના તા.૧૪/૮/૨૦૨૩ના ઇમેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.
અરજદાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો
આ સંદર્ભે અરજદારના તા.૨૪/૦૮/૨૦૨૩ના ઇમેઇલથી તેઓની રજુઆત પરત્વે તેઓની દીકરી હેમખેમ ગુજરાત પરત આવી ગઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ત્વરિત કામગીરીને પરિણામે મળેલ સફળતાપૂર્વકની કામગીરી માટે અરજદાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે. હાલમાં વતન પરત ફરતા દીકરી અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો છે. લોકો પણ ગુજરાત સરકારની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.