શોધખોળ કરો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતે અનેક વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

મંત્રી  ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ ખાતેથી જન સુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા રૂ.૬.૫૧ કરોડના ૧૧૦ વિકાસકાર્યોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું.

જૂનાગઢ: ભારત સરકારના શ્રમ અને રોજગાર, રમત ગમત અને યુવા બાબતોના મંત્રી  ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે કેશોદ ખાતેથી જન સુખાકારી અને માળખાકીય સુવિધામાં વધારો કરતા રૂ.૬.૫૧ કરોડના ૧૧૦ વિકાસકાર્યોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ ટાઉનહોલ ખાતેથી ૮૮-કેશોદ વિધાનસભા મતવિસ્તારના રૂ. ૬૮.૩૫ લાખના ૧૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૫.૮૨ કરોડના ખર્ચે નિર્મિત થનાર ૯૧ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે  કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષના શાસનકાળમાં પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓનો સંઘર્ષ પૂર્ણ થયો છે, એટલું જ નહીં રાજ્યની અવિરત વિકાસ યાત્રાથી ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. વીજળી, પાણી, આરોગ્ય સહિતની લોકોની જરૂરિયાતોને સંતોષી કેન્દ્ર રાજ્ય સરકાર ઉપર લોકોએ મુકેલા વિશ્વાસ પર ખરી ઉતરી છે. લોક માંગને ધ્યાને રાખી અને તેને પૂર્ણ કરવાની શક્યતાઓને તપાસી જવાબદારીપૂર્વક લોકોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઘેડ પંથકમાં જે પૂરની સમસ્યા હતી, તેના નિરાકરણ માટેની યોજના પણ બની ગઈ છે. આ વિસ્તારમાં નદી નાળા પહોળા કરવાની સાથે પાણીના યોગ્ય નિકાલ માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. અંદાજે રૂ. ૪૫૦ કરોડના ખર્ચે ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ ઘેડ પંથકની સમસ્યાના નિરાકરણ માટે સર્વે સહિતની કામગીરી અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયાને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રિય મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને દોહરાવતા જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ૨૦૪૭ સુધીમાં દેશની આઝાદીના શતાબ્દી વર્ષમાં દેશને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટેનો રોડ મેપ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, ગુલામીના પ્રતિકોને ત્યજીને આપણી ગૌરવશાળી વિરાસતમાંથી પ્રેરણા મેળવી દેશને આગળ વધારવા માટે યોગદાન આપીએ અને સંસારનું શ્રેષ્ઠ હોય તેનું તો ગ્રહણ કરીએ પરંતુ આપણો વારસો વિસરાઈ ન એ માટે પણ પ્રતિબદ્ધ બનીએ.

મંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં જન ભાગીદારીને અનિવાર્ય ગણાવતા કહ્યું કે, સામૂહિક પ્રયાસોથી જ શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાશે. એક આદર્શ નાગરિક તરીકે દેશ અને સમાજ માટેના કર્તવ્ય નિર્વહન કરવા માટે પણ આહવાન કર્યું હતું. ઉપરાંત સરકાર, વહીવટી તંત્ર અને જાગૃત નાગરિક તરીકેના આપણા સહિયારા પ્રયાસોથી વિકાસ કામોને ગુણવત્તા યુક્ત, સુંદર અને સુદ્રઢ બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.
 
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, રોડ રસ્તા, વીજળી, આરોગ્ય સહિતની મૂળભૂત સમસ્યાઓ ભૂતકાળ બની છે, અવિરત વિકાસ કાર્યોના લોકાર્પણ - ખાતમુહૂર્તથી જન સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે.  તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ઘેડ પંથકમાં પૂરની સમસ્યાના નિરાકરણ માટેના પ્રયાસોને ઉલ્લેખ કરતા આ વિસ્તારના વિકાસ કાર્યો વેગવંતા બન્યા છે. તેમ પણ જણાવ્યું હતું.

પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો ઉલ્લેખ કરતા પ્રાસંગિક સંબોધન કર્યું હતુ. કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં રૂ.૬.૫૧ કરોડના ૧૧૦ વિકાસ કાર્યોમાં તાલુકા પંચાયત કેશોદ અને માંગરોળ, નગરપાલિકા કેશોદ, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત સહિતના વિભાગના રોડ રસ્તા, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સહિતની માળખાકીય સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે.

તાલુકા વહીવટી તંત્ર - કેશોદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય  ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, નગરપાલિકાના કમિશનર  ડી. એમ. સોલંકી, આસિસ્ટન્ટ કલેકટર ઐશ્વર્યા દુબે સહિતના સ્થાનિક પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેકટર અને કેશોદના અધિકારી સુશ્રી વંદના મીણાએ શાબ્દિક સ્વાગત અને મામલતદાર  સંદીપ મહેતાએ આભાર વિધિ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Embed widget