(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain LIVE Update : ગુજરાતમાં માવઠાની સ્થિતિ, આ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
આજે સવારથી રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થતાં 2ના મોત નિપજ્યાં છે.
LIVE
Background
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. પ્રિમોનસૂન એક્ટીવીના ભાગરૂપે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાત, સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રિમોનસૂન એકટીવીન શરૂ થઇ ગઇ છે હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરી છે જે મુજબ મહેસાણા, પાટણ, અરવલ્લી સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે સવારથી વરસાદ પડી રહ્યો છે.
કયાં વિસ્તારમાં ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મોડાસાના લીંભોઈ, ગાજણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ તાલુકામાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ
પંચમહાલ જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અહીં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઉનાળું પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે.
પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
પાલનપુરમાં આજે સવારથી હનુમાન ટેકરી, બિહારી બાગ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી આબુ હાઈવે પર પાણી ભરાયા હતા. જેના પગલે બાજરી, મગફળી, ઘાસચારો સહિતના પાકને નુકસાન થયું છે.
પાટણ જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ?
પાટણ શહેરમાં ધોધમાર સવા ઈંચ વરસાદ પડ્યો છે. સરસ્વતી તાલુકામાં ધોધમાર એક ઈંચ વરસાદ પડ્યો છે.
ક્યાં-ક્યાં તુટી પડશે વરસાદ
આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદ વરસી શકે છે.
આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.