શોધખોળ કરો

Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે.

ગાંધીનગર: રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે.  બુધવારથી  ફરી કમોસમી વરસાદ વરસશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 29 માર્ચના મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે. 

30 માર્ચના અમદાવાદ,  ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી,  દ્વારકા,  બોટાદ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. જ્યારે 31 માર્ચના અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચ જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદ પહેલાં મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 30 ડિગ્રીને પાર રહેશે.

જો કે, માવઠું પડતાં જ તાપમાનનો પારો નીચે જશે.  ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.  આજે અમદાવાદ,  ભૂજ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે.  આ ત્રણેય શહેરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે. 

Ahmedabad: હાર્દિક પટેલ પર ત્રણ ગંભીર કેસ, પણ ભાજપમાં ગયા એટલે પવિત્રઃ જગદીશ ઠાકોર

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ પદ ન મળવા મુદ્દે કહ્યું, માત્ર ગુજરાતમાં જ નહીં ક્યાંય એવો કાયદો નથી કે 10 ટકા બેઠક ન હોય તો વિપક્ષપદ ન મળે. પહેલા 5-10 વર્ષની માહિતી મળતી હવે 2 વર્ષની માહિતી નથી આપવામાં આવતી. ભાજપની ભગિની સંસ્થાઓમાં RTI એક્ટ લાગુ પડતો નથી. ADC બેન્ક હોય કે અન્ય ખાનગી સંસ્થાઓ ત્યાં કેમ RTI લાગુ નથી થતી. નગરપાલિકા, મહાનગરપાલિકા વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓને બોલવા દેવામાં આવતા નથી. ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી,જીગ્નેશ મેવાણી ઉપર ત્રણ કેસ કેમ થયા, તેની હત્યા થવાની ભીતિ મેવાણી કરી ચુક્યા છે. હાર્દિક પટેલ કેમ ભાજપમાં ગયા ? ત્રણ ત્રણ ગંભીર કેસ થયા પણ ભાજપમાં ગયા એટલે પવિત્ર.

ભરતસિંહ સોલંકીએ શું કહ્યું

ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,  દેશ દુનિયામાં ચિંતાના વિષયની વાત છે, દેશમાં જે પ્રકારે સાશન ચાલે છે તે જોતા લોકશાહી પર ખતરો થઈ રહ્યો છે. બંધારણ રહેશે કે નહીં ? કન્યા કુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી એ યાત્રા કરી.  એક વ્યક્તિ પર અમદાવાદ, સુરત સહિતની જગ્યાએ ફરિયાદો કરવામાં આવી. રાહુલએ અદાણી-મોદીની મિલીભગતની વાત કરી. જો રાહુલ ખોટા હોય તો તમે સંસદમાં વાત કરો, દેશને ગુલામ બનાવનાર અંગ્રેજો સામે લડત શરૂ થઈ હતી. કર્ણાટકમાં રાહુલના ભાષણ સામે પુર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. ન્યાયિક ઝડપી પ્રક્રિયા શા માટે કરાઈ, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરાઈ છે, યુપીમાં હાર ભાળી જનારે ખેડૂતોના 3 કાળા કાયદા પાછા ખેંચ્યા. રાહુલે ચાઈનાની વાત કરી, ભારતની જમીન પચાવી લેવાની પેરવી કરનાર ચાઈનાની વાત કરી હતી, અદાણી ને સહાય કરવી વ્યાજબી છે ? રાહુલે  વિદેશમાં કેમ વાત કરી. આ સવાલ ઉભા કરાયા. સોનિયા ગાંધીએ 2 - 2 વાર પ્રધાનમંત્રી બનવાની તક ને પણ જતી કરી હતી. હું ખાતરી થી કહું છું કે આગામી ચૂંટણીમાં કર્ણાટકની જનતા ભાજપને જાકારો આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
Embed widget