શોધખોળ કરો

unseasonal rain: બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ, અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા પાલનપુરના સુખબાગ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. તે સિવાય 10થી 15 સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ગઠામણ પાટીયા નજીક હોર્ડિંગ્સ તૂટ્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયત કચેરી આગળ વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજળી પણ ડૂલ થઇ ગઇ હતી.

કમોસમી વરસાદે બાજરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાલનપુરના સેમોદ્રા ગામે ભારે પવન અને વરસાદથી ખેડૂતોનો પશુ શેડ ધરાશાયી થયો હતો. ભારે પવનના કારણે લોખંડની એન્ગલો વળી ગઇ હતી. લોખંડનું પતરુ વાગવાથી એક ગાયનું મોત થયુ હતું અને અનેક જગ્યાઓ વૃક્ષો ધરાશાયી થયા હતા. દાંતા તાલુકામાં વસી ગામ રોડ ઉપર ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. દાંતા તાલુકામાં બાજરી અને કેરીઓના પાકને ભારે નુકસાન થયું હતું.

બીજી તરફ મોડાસામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. વીજપોલ ધરાશાયી થતા જીઇબી કચેરીથી ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ બંધ થયો હતો. માલપુર રોડ પર સાંઈ મંદિર પાસે તેમજ કોલેજ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા.

વડોદરાના વાઘોડિયામા તોફાની વરસાદે અનેક મકાનોની છત ઊડાવી હતી. માડોધર રોડપર અનેક વૃક્ષો ધરાશાયી થતા ગોરજમુની સેવા આશ્રમ રોડ બંધ થયો હતો. વાઘોડિયામાં હોડિંગ્સ અને બેનરો તૂટી પડવાની ઘટના નોંધાઇ હતી.

Ahmedabad: કમોસમી વરસાદના કારણે રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.

અમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા મહાનગરપાલિકાની પ્રી- મોનસૂનનો પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચાંદખેડા અને રાણીપમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો

Ahmedabad Rain: અમદાવાદમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ભારે પવન સાથે કરા પડતા હોવાના અનેક દ્રશ્યા સામે આવ્યા છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રંટનો વિડીયો પણ સામે આવ્યો છે. રિવરફ્રંટમાં તોફાની દરિયા જેવા મોજા ઉછળતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો અંગે આધિકારિક પુષ્ટિ થઈ નથી. 

આ ઉપરાંત ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 4 દરવાજા 2 ઈંચ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં  સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી નદી ઉપર વાસના બેરેજના 4 દરવાજા 07:00 વાગ્યાથી ખોલી 6000 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવેલ છે. જ્યારે નારણપુરા ભાવિન ચાર રસ્તામાં વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા 3 થી 4 ગાડીઓને નુકશાન થયું છે. ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનો હેરાન પરેશાન થયા છે.

Gujarat: રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ  કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  આજે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.   આવતીકાલે અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં જ્યારે 30 મેના કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન છે.  

પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.   બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.   હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે.   હારીજ, કુકરાણા, બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે.   ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.  

પાટણમાં પણ હળવા પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે.  દિવસભરના ઉકળાટ બાદ હારીજમાં વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget