રાજ્યના ક્યા ક્યા વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ ? ક્યા ક્યા પાકને થયું ભારે નુકસાન ?
આ પહેલા ગઇકાલે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં માવઠાની સંભાવના છે.
અમદાવાદઃ ઠંડીની વચ્ચે હવે વરસાદ પડતાં ગુજરાતમાં લોકોને બે ઋતુનો એકસાથે સામનો કરવાનો વારો આવ્યો છે. ગઇ રાત્રે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં. વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતોમાં ચિંતાફેલાઇ ગઇ હતી, સાથે જ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.
આ પહેલા ગઇકાલે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં માવઠાની સંભાવના છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ક્યા ક્યા વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ ?
બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ અને વડોદરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાત્રે અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો તેમજ ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.
કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના ખેડૂતો ચિંતાતુર થયા છે, રાજ્યમાં ઘઉં, રાયડો, ચણા, એરંડા, જીરું જેવા પાકોમાં નુકસાન થયુ છે. આગાહીને પગલે ખેડૂતોને પાક સાચવવા સલાહ આપવામાં આવી હતી, ખેતરમાં ઊભા પાક દિવેલા, કપાસ, રાઈ, વરિયાળી, જીરું, ચણા સહિતના પાકોની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે. એની સાથે ખેડૂતો દ્વારા કાપણી કરેલી શાકભાજી પાક ભીંજાય નહિ એ માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મૂકવા પણ કહ્યું હતુ.
આ પણ વાંચો........
Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ
કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના
Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો
NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો
UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી