શોધખોળ કરો

વડગામ તાલુકા પંચાયત ચૂંટણીમાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી, જાણો અપડેટસ

વડગામ તાલુકા પંચાયતપ્રમુખપદની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ભારે બબાલ સર્જાઈ. હોલની અંદર ધક્કામુક્કીથી લઈ બહાર સમર્થકો વચ્ચે તંગદિલી સર્જાતા પોલીસ માટે પણ સ્થિતિ કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત થયા પછી, આજે 25 મેના રોજ બાકી રહેલી 127 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બનાસકાંઠાના વડગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. જાણીએ શું છે મામલો..

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે 25 મેના રોજ  127 તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  વડગામ તાલુકા પંચાયતમાં જ્યારે  પ્રમુખ પદની વરણી પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ભારે બબાલ  થઇ હતી.  બંને પક્ષના સભ્યો સામાસામે આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

ઉલ્લેખનિય છે કે બનાસકાંઠાના વડગામમાં  અહીં કોંગ્રેસના 14માંથી 13 ઉમેદવાર હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 13 અને 1 અપક્ષ ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષ  વચ્ચે બબાલ એટલી વણસી હતી કે, બંને પક્ષના સમર્થકો આમને-સામને આવી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. અને  પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અને  દરમિયાનગીરી કરીને મામલેને થાળે પાડવા કોશિશ કરી હતી. 

જૂનાગઢ તાલુકા પંચાયતના AAPના સભ્યની ધરપકડ
 તો બીજી તરફ જૂનાગઢમાં ટાઈની સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ટેકેદાર સભ્યની છેતરપિંડીના કેસમાં ધરપકડ થતાં વિપક્ષે લોકશાહીની હત્યાના આક્ષેપો કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. નોંઘનિય છે કે. AAPના સભ્યની ધરપકડ કરવામાં આવી છે.બગડુ બેઠક પરથી ચૂંટાયેલા સંજય પાઘડારની ધરપકડ કરાઈ છે.7 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.            

તાલુકા પંચાયતમાં કોની સત્તા આવશે તેના પર નજર
આજે જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે. તાલુકા પંચાયતમાં ભાજપ અને AAP પાસે 9-9 બેઠક છે.ધરપકડ બાદ AAPના સભ્ય મતદાન કરી શકશે કે નહીં તે સવાલ પણ હાલ ચર્ચામાં આવ્યો છે.તાલુકા પંચાયતની કુલ 18 બેઠક માંથી 9 બેઠક ભાજપ પાસે 9 બેઠક આમ આદમી પાસે છે એટલે બન્ને પક્ષો વચ્ચે ટાઈ પડી છે.ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના બગડુ બેઠક પરના સદસ્ય મતદાન કરી શકશે કે નહીં તે પણ મોટો સવાલ.જૂનાગઢ તાલુકા પંચાયતમાં કોની સત્તા આવશે તેના પર સૌની નજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget