શોધખોળ કરો

Valsad: વલસાડના પેટ્રોકેમિકલ કંપનીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, 3 લોકોના મોત

વલસાડઃ વલસાડમાં સરીગામ જીઆઇડીસીમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે

વલસાડઃ વલસાડમાં સરીગામ જીઆઇડીસીમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે. મોડી રાત્રે વેન પેટ્રોકેમ & ફાર્મા કંપનીમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગ વિકરાળ બની ગઇ હતી. જો કે બાદમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.  જ્યારે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે આગ ક્યા કારણોસર લાગી તે સામે આવ્યું નથી.

Surat: સુરતમાં ત્રીજા માળેથી સળીયો પડ્યોને ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા કામદારના ગળામાં ઘુસી ગયો, જાણો પછી શું થયું

સુરત: શહેરના જહાંગીરા પૂરા વિસ્તારમાં અજીબો ગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસ કેનાલ રોડ પર કામ કરી રહેલા કામદારના ગળામાં સળિયો ઘૂસી ગયો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર કામદાર કામ કરી રહ્યો હતો તે દરમિયાન ત્રીજા માળે સળિયો પડ્યો અને સીધો કામદારના ગળામાં ઘુસી ગયો. તાત્તાલિક કામદારને સુરતની નવી સીવીલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં સળિયો કાઢવાની કામગીરી ચાલી રહી છે. 

કાકાએ 12 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર

વડોદરા વાઘોડિયા તાલુકામાં સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કૌંટુબીક કાકાએ સગીર ભત્રીજીનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. માત્ર 12 વર્ષની કિશોરીને 33 વર્ષના સંબઘી કાકાએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના પિતાએ પોતાના માસીયાઈ ભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જે બાદ વાઘોડિયા પોલીસે પોસ્કો, અપહરણ અને બળાત્કારની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી બે સંતાનનો પિતા છે અને તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે. હાલમાં પોલીસે ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પુત્રએ પત્ની સાથે મળી કરી પિતાની હત્યા

જામનગરના સરદારનગરમાં આધેડની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આધેડના પુત્ર અને પત્નીએ જ હત્યા કરી છે. શંકરદાસ બંગાળીને તેના જ પુત્ર અને પુત્રવધુએ હત્યા નીપજાવ્યાનું પોલીસ મથકે જાહેર થયું છે. હત્યા નીપજાવનાર પુત્ર ચોરી કરવાની ટેવવાળો હોય પિતાએ ઠપકો આપતા હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારા પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે. શંકરદાસ બંગાળીની હત્યા નીપજાવનાર પુત્ર સુનીલ અને સુનીલની પત્ની સુનૈના સામે સી ડીવીઝનમાં હત્યાનો ગુન્હો નોંધાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget