શોધખોળ કરો

વલસાડના કપરાડામાં આણું વાળવા જતા પરિવારની પીકઅપ વાન પલટી: 6 લોકોના કરુણ મોત, 28 ઈજાગ્રસ્ત

વીરક્ષેત્ર ગામ નજીક ચઢાણ પર પીકઅપ વાનની બ્રેક ફેઈલ થતા સર્જાયો ગોઝારો અકસ્માત. ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવારમાં છવાયો ભારે શોક. 10 ગંભીર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વલસાડના કપરાડા નજીક લગ્ન પ્રસંગમાં જતી પીકઅપ વાન પલટી.
  • બ્રેક ફેઇલ થતાં 34 મુસાફરો ભરેલી વાન ચઢાણ પર પલટી.
  • અકસ્માતમાં 6 લોકોના મોત, 28 લોકોને ઇજાઓ.
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Valsad road accident today: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીંના વીરક્ષેત્ર ગામ નજીક એક લગ્ન પ્રસંગમાં 'આણું' વાળવા જઈ રહેલા પરિવારની પીકઅપ વાન અચાનક પલટી ખાઈ ગઈ છે. આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે.

કેવી રીતે સર્જાયો આ કાળમુખો અકસ્માત?

મળતી વિગતો મુજબ, આજે (22 એપ્રિલ) આ પરિવાર પીકઅપ વાનમાં બેસીને લગ્ન પ્રસંગની વિધિ પતાવવા માટે જઈ રહ્યો હતો. મુસાફરોથી ભરેલી આ વાન જ્યારે વીરક્ષેત્ર ગામ નજીક એક ચઢાણ વાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ ગાડીની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ઢાળ પર બ્રેક ન લાગવાને કારણે પીકઅપ વાન રિવર્સમાં (પાછળની તરફ) આવવા લાગી હતી. આ અણધારી પરિસ્થિતિમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને જોતજોતામાં ગાડી બેકાબૂ બનીને રોડ પર જ પલટી ખાઈ ગઈ.

ઘટનાસ્થળે મચી ગઈ ભારે ચીસાચીસ

પીકઅપ વાનમાં ક્ષમતા કરતા વધુ એટલે કે અંદાજે 34 જેટલા લોકો (6 મૃતકો અને 28 ઈજાગ્રસ્તો) સવાર હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોવાથી ગાડી પલટી ખાતા જ મુસાફરોમાં ભારે ભાગદોડ અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

પોલીસ અને 108 એમ્બ્યુલન્સની તાત્કાલિક કામગીરી

સ્થાનિકોએ તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગણતરીની મિનિટોમાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તમામ 28 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 10 લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે. પોલીસે હાલ આ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Frequently Asked Questions

વલસાડમાં થયેલા અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા?

આ ગોઝારા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.

અકસ્માત કેવી રીતે થયો?

વીરક્ષેત્ર ગામ નજીક એક ચઢાણ વાળા રસ્તા પર પીકઅપ વાનની બ્રેક ફેઈલ થતાં તે રિવર્સમાં આવી અને પલટી ખાઈ ગઈ.

અકસ્માતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા?

આ અકસ્માતમાં વાનમાં સવાર અન્ય 28 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે.

ઈજાગ્રસ્તોની હાલત કેવી છે?

ઈજાગ્રસ્તોમાંથી 10 લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

Embed widget