શોધખોળ કરો
‘વાયુ’ વાવાઝોડાની અસરઃ આ વિસ્તારમાં તોફાની પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ, મકાન થયું ધ્વસ્ત
દીવના દરિયાની જેમ જ પોરબંદરના દરિયામાં પણ સવારથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
![‘વાયુ’ વાવાઝોડાની અસરઃ આ વિસ્તારમાં તોફાની પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ, મકાન થયું ધ્વસ્ત VAYU BECOMES VERY SEVERE CYCLONE, GUJARAT AND DIU ON ALERT ‘વાયુ’ વાવાઝોડાની અસરઃ આ વિસ્તારમાં તોફાની પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ, મકાન થયું ધ્વસ્ત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/12115739/VARSAD.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દીવઃ આજે મોડી રાત્રે વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રાના દરિયાકાંઠે ટકરાશે. જોકે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. દીવમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉનાના વિદ્યાનગરમાં પ્રથમ વરસાદની શરૂઆતમાં જ એક મકાન ધ્વસ્ત થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલમાં વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકંઠાથી 300 કિલોમીટર જેટલું દૂર છે. જોકે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે.
દીવના દરિયાની જેમ જ પોરબંદરના દરિયામાં પણ સવારથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.
ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડીનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ ધીમી ગતીએ પવન ફુકાવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)