શોધખોળ કરો
Advertisement
Video : કઈ ગુજરાતી સિંગરના ડાયરામાં રૂપાલા-સંઘાણી સહિતના કયા દિગ્ગજો નાચ્યા, કોણે કર્યો રૂપિયાનો વરસાદ?
કેન્દ્રીય મંત્રી રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંધાણી પર શિવરાત્રીના દિવસે રૂપિયાનો વરસાદ થયો. કેન્દ્રીય મંત્રીના ગામ ઇશ્વરીયામાં યોજાયેલ ડાયરામાં રાસના તાલે બંને નેતાઓ ઝૂમી ઉઠ્યા.
અમરેલીઃ કેન્દ્રીય મંત્રી રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંધાણી પર શિવરાત્રીના દિવસે રૂપિયાનો વરસાદ થયો. કેન્દ્રીય મંત્રીના ગામ ઇશ્વરીયામાં યોજાયેલ ડાયરામાં રાસના તાલે બંને નેતાઓ ઝૂમી ઉઠ્યા. દિલીપ સંઘાણી અને પુરષોતમ રૂપાલાએ રાસના તાલે ભાતીગળ રાસ રમી આનંદ માણ્યો. બંને નેતાઓ રાસ રમતા હોય તેવો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ ગુજરાતી ડાયરામાં લીધો રાસ pic.twitter.com/WRcHqztA3J
— ABP Asmita (@abpasmitatv) March 2, 2022
Rajkot : રૂપાણી સામે 500 કરોડની જમીન કૌભાંડના આક્ષેપ મુદ્દે હવે કોણે કરી કોર્ટમાં ફરિયાદ? જાણો વિગત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો. રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા કોર્ટમાં ડેફરમેશનની ફરિયાદ દાખલ કરવામાં આવી. થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્યો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા 500 કરોડની રૂપિયાની સહારા ગ્રુપની જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતો.
રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજ દ્વારા ડેફરમેશનની ફરિયાદ દાખલ કરવામાં આવશે. કોંગ્રેસના વિધાનસભા નેતાઓ દ્વારા 500 કરોડના કૌભાંડમાં જે રીતે મારું નામ આપવામાં આવ્યું છે. આ મુદ્દે હું કોર્ટમાં ડેફરમેશનનો દાવો કરું છું, તેમ નીતિન ભારદ્વાજે કહ્યું હતું. નીતિન ભારદ્વાજના વકીલે કહ્યું ખરેખ આ 500 કરોડની જમીન નથી. કોંગ્રેસના નેતાઓ કહ્યું હતું અમે લડી લેવાના મૂડમાં છી. ત્યારે હવે અમે માનહાનીનો કોર્ટમાં દાવો કરે છીએ, એમ નીતિન ભારદ્વાજના વકીલ દિલીપ પટેલે કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion