શોધખોળ કરો

હવે ગુંડાઓની ખેર નથી! આગામી 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવા ડીજીપીનો આદેશ

પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને અધિક્ષકો સાથે તાકીદની બેઠક યોજી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહીના નિર્દેશ.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું છે. તેમણે આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે. આ માટે તેમણે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેવાયેલા આ નિર્ણય અંતર્ગત, પોલીસ વડાએ અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યાદીમાં વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો તેમજ જનતામાં ભય ફેલાવનારા તત્વોનો સમાવેશ થવો જોઈએ.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી  કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.

વિકાસ સહાયે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને આ કાર્યવાહી પર અંગત ધ્યાન આપવા આદેશ આપ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાંGeniben Thakor:‘ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ’ કલાકારોના વિવાદમાં ગેનીબેન મેદાનેSunita Williams: સુનિતા વિલિયમ્સનું ધરતી પર આવવાનું કાઉન્ટડાઉન શરૂ, ક્રુ-10 મિશન શરૂ | Abp AsmitaMansukh Vasava: ભરુચના MP મનસુખ વસાવાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
Health Tips: વધુ પડતી ચા પીવાથી તમારા શરીરને શું થાય છે? આજે જાણીલો જવાબ
Health Tips: વધુ પડતી ચા પીવાથી તમારા શરીરને શું થાય છે? આજે જાણીલો જવાબ
ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા
Multibagger Penny Stock: આ શેરે રોકાણકારોની તીજોરી ભરી દીધી, 1 લાખના બની ગયા 5 કરોડ
Multibagger Penny Stock: આ શેરે રોકાણકારોની તીજોરી ભરી દીધી, 1 લાખના બની ગયા 5 કરોડ
Embed widget