શોધખોળ કરો
Advertisement
મોડી રાતે છોટાઉદેપુરમાં તળાવ લીક થતાં શું થયા હાલ? જાણો વિગત
મોડી રાતે ગામમાં ગાબડું પડતાં પાણી ગામમાં ઘૂસી ગયા હતાં. તળાવમાં ગાડબું પડતાં પાવીજેતપુર અને કદવાલ રોડ તૂટી ગયો હતો. આ ઉપરાંત કાંઠા વિસ્તારના છાપરાં પણ તૂટી ગયા હતાં. રસ્તા પર ઝાડ પ ધરાશાઈ થયાં હતાં.
છોટાઉદેપુર: છોટાઉદેપુરનાં જેતપુર તાલુકાનું નાની ખાડી ગામમાં સિંચાઈનું તળાવ મોડી રાત આશરે અઢી કલાકે તૂંટતા ગામમાં અડધા કિલોમીટર સુધી પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે ગામ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, જીલ્લા પંચાયત હસ્તકનું નાની ખાડી સિંચાઈ યોજનાના તળાવમાં આ પહેલા 2012માં પણ ગાબડું પડ્યું હતું. મામલતદાર દ્વારા અસ્તગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. મોડી રાતે ગામમાં ગાબડું પડતાં પાણી ગામમાં ઘૂસી ગયા હતાં. તળાવમાં ગાડબું પડતાં પાવીજેતપુર અને કદવાલ રોડ તૂટી ગયો હતો. આ ઉપરાંત કાંઠા વિસ્તારના છાપરાં પણ તૂટી ગયા હતાં. રસ્તા પર ઝાડ પ ધરાશાઈ થયાં હતાં.
મોડી રાતે આ તળાવમાં 15થી 20 ફૂટનું ગાબડું પડ્યું હતું. જેના કારણે ત્રણ ગામોમાં પાણી આવી ગયા હતાં. બે ગાય અને એક વ્યક્તિ પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા છે.
અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચઢી ગયા હતાં. પરિવારને પોતાનાં પ્રાણીઓ બચાવવામાં પણ ઘણી જહેમત વેઠવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion