રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. 68 પાલિકામાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે.

અમદાવાદ: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. 68 પાલિકામાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76 ટકા મતદાન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નીરસતા જોવા મળી હતી. માત્ર 40 ટકા મતદાન થયું હતું. મતદાન ઓછું થવા પાછળ ભાજપે લગ્નગાળાનું કારણ આપ્યું હતું.
18 ફેબ્રુઆરી મંગળવાર 2025ના રોજ મતગણતરી
આજે વહેલી સવારથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. ગુજરાતમાં સવારે 7 વાગ્યાથી મતદાન EVM દ્વારા શરુ કરવામાં આવ્યું હતું જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે. 18 ફેબ્રુઆરી મંગળવાર 2025ના રોજ મતગણતરી કરાશે.
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. મતદાન સમયે EVMમાં ક્ષતિની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. પાંચ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ EVMમાં કેદ થયું છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા
પાલિકા-પંચાયતનું આશરે 57 ટકા મતદાન થયું છે. વર્ષ 2018 કરતા વોટિંગમાં 8.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મતદાન ઓછુ થવાના કારણે રાજકીય પક્ષો મૂંઝવણમાં મૂંકાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા છે.
રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએ EVM માં ટેકનિકલ ખામી
સુરેન્દ્રનગરના થાનગઢ, પંચમહાલના હાલોલ અને પાટણના રાધનપુરમાં મતદાન દરમિયાન EVMમાં ખામી સર્જાઇ હતી. 15 મિનિટથી લઇ એક કલાક માટે મતદાન રોકી દેવાયું હતું. વારંવાર EVM ખોટકાવાથી મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. થાનગઢમાં મતદારો વિફરતા પોલીસ જવાનો બૂથ પર દોડી આવ્યા હતા.
ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામી
વલસાડની ધરમપુરમાં ત્રણ વોર્ડમાં EVMમાં ખામીનો આરોપ છે. વોર્ડ નંબર 1,3 અને 4માં EVMમાં ખામીનો કોંગ્રેસનો આરોપ છે. EVMનું બટન હાર્ડ હોવાની ફરિયાદ મળી હતી. કોંગ્રેસના આરોપ બાદ વોર્ડ નં 4માં EVM બદલાયું હતું.
બીલીમોરા નગર પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી
નવસારીની બીલીમોરા નગર પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી સર્જાતા કોર્ગેસે ગરબડીનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસનું બટન ન દબાતા કોંગ્રેસના ઉમેદવારે EVM મશીન પર સવાલ ઉઠાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રી-વોટિંગની માંગ કરી હતી. EVM શરૂ ન થતા મતદારોએ પરત જવાની ફરજ પડી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
