Gujarat Rain: આજે પહેલા નોતરે રાજ્યમાં કેવો રહેશે મોસમનો મિજાજ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
Gujarat Rain: આજે પ્રથમ નોરતે જ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે

Gujarat Rain update: આગાહીકાર અંબાલાલ પટેલની પ્રથમ નોરતે જ મોટી આગાહી કરી છે.આજે પ્રથમ નોરતે ખેલૈયાઓનો મૂડ વરસાદ બગાડશે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આજે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું અંબાલાલ પટેલે આંકલન કર્યું છે. અમદાવાદ,ગાંધીનગરના હવામાનમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. અબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. 23 સપ્ટેમ્બર મંગળવારે દક્ષિણ ગુજરાતમાં એકથી બે ઈંચ વરસાદ વરસે તેવી શક્યતા છે. 27 સપ્ટેથી 5 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે., સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદથી મગફળીના પાક પર અસર થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ પાક માટે સાનુકૂળ વરસાદ રહેશે.કેટલાક ભાગોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ વરસવાનું અનુમાન છે. 9થી 13 ઓક્ટોબરના રોજ પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
નવરાત્રીના પ્રથમ નોરતે જ છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, વલસાડ, તાપી, નવસારીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે નવરાત્રિ આયોજકોની ચિંતામાં વધારો થયો છે.
આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર માહોલ બનાવ્યો છે. હવામાન વિભાગે આજે પહેલા નોરતાએ દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગરબાના આયોજકો અને ખેલૈયાની ચિંતામાં વધારો થયો છે.હવામાન વિભાગે આગામી 24 કલાક થંડરસ્ટ્રોમની આગાહી કરી છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 2025નું ચોમાસુ તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે, જેના કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.અણધાર્યા વરસાદને કારણે ગરબાનું આયોજન કરનારાઓમાં નિરાશા વ્યાપી છે. શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ પરેશાન જોવા મળી રહ્યાં છે.




















