શોધખોળ કરો

Rain Updates: રાજ્યમાં આજે ક્યાં-ક્યાં છે વરસાદની સંભાવના, અમદાવાદમાં પડશે કે નહીં ?

ગુજરાતમાં બિપરજૉય વાવાઝોડાને લઇને વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજૉયની અસર વર્તાવવાની શરૂ થઇ ગઇ છે

Biporjoy And Rain: ગુજરાતમાં બિપરજૉય વાવાઝોડાને લઇને વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજૉયની અસર વર્તાવવાની શરૂ થઇ ગઇ છે, અને કેટલાય વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે, ખાસ કરીને દરિયાની નજીકના વિસ્તારોમાં મોડી રાતથી જ ઝાંપટા પડવાના શરૂ થઇ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે બિપરજૉય વાવાઝોડાએ રૂટ બદલ્યો હોવાના પણ સામાચાર હવામાન વિભાગે આપ્યા છે. જો ગુજરાતમાં બિપરજૉયની અસર વધશે તો આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડવાની આજે સંભાવના છે. 

બિપરજૉય વાવાઝોડાને લઇને મળેલા લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે રાજ્યમાં વરસાદની પુરેપુરી સંભાવના છે, આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, આ ઉપરાંત અમદાવાદમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ  જોવા મળશે.

વાવઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકિનારા નજીક આવી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહિ તેથી ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જો કે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે.  વાવાઝોડાની હાલની સ્થિતિને જોતા.  તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

બિયરજૉય વાવાઝોડાએ રૂટ બદલ્યો - 
બિયરજૉય વાવાઝોડાએ પોતાનો રૂટ બદલ્યો છે, અને આ બિપરજૉય વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું રહ્યું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી પુરેપુરી શક્યતા છે. ત્યારે આ બધાની વચ્ચે વહીવટી તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું શરૂ કરી દીધુ છે. માહિતી પ્રમાણે, રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ દ્વારકોનો દરિયા પણ બિપરજૉય વાવાઝોડાના કારણે ગાંડોતૂર બન્યો છે, અને તંત્ર દ્વારા દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં મોડીરાત્રે 217 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને કોઇ નુકશાન ના થાય તે હેતુથી સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયાના દરિયાકાંઠાના ગામોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ સ્થળાતર કરવાની કામગીરી શરૂ કરી દીધુ છે. અમુક સ્થળોએથી મોડી રાત્રે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. 

કેરળના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ
વાવાઝોડાને કારણે કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડાથી પહેલા સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડના દરિયાકિનારા પર તૈનાત કરવામાં આવી છે.  

માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Embed widget