![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ‘આફત’નો વરસાદ, IMD એ જાહેર કર્યુ એલર્ટ
Weather News: પંજાબ-હરિયાણામાં આગી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ઓડિશામાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે.
![Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ‘આફત’નો વરસાદ, IMD એ જાહેર કર્યુ એલર્ટ Weather Update heavy rain will fall in these states including Gujarat IMD latest alert Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ‘આફત’નો વરસાદ, IMD એ જાહેર કર્યુ એલર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/572e81316a98f0d39c37258582ec600f172121138370276_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IMD Latest Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કેટલાક દિવસો માટે હવામાનની આગાહી કરી છે. આ અંતર્ગત દિલ્હી એનસીઆર સિવાય આસપાસના રાજ્યોમાં આગામી એક-બે દિવસ સુધી વરસાદની સંભાવના છે.
IMDના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારનું કહેવું છે કે આગામી બે દિવસમાં પંજાબ-હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આજે પણ (17 જુલાઈ 2024) પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઓડિશામાં આગામી દિવસોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. દિલ્હીમાં આજે (17 જુલાઈ 2024) હળવો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે આવતીકાલે એટલે કે ગુરુવારે દિલ્હીમાં મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યાર બાદ હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં 19 જુલાઈએ અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસદની આગાહી છે.
Rainfall Warning: Gujarat on 19th July 2024
— India Meteorological Department (@Indiametdept) July 17, 2024
वर्षा की चेतावनी: 19 जुलाई 2024 को गुजरात में :#gujarat #weatherupdate #rainfallwarning @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/71n0Qgsynl
હિમાચલ પ્રદેશમાં વરસાદને લઈને એલર્ટ
IMD એ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આખા અઠવાડિયા માટે અહીં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે હિમાચલ પ્રદેશમાં 21 જુલાઈ સુધી વરસાદ પડી શકે છે. છેલ્લા બે દિવસથી અહીંના અનેક વિસ્તારોમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે.
રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે
IMDએ રાજસ્થાનમાં આગામી 4-5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ રાજસ્થાનમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય રહી શકે છે. જેના કારણે કોટા અને ઉદયપુર ડિવિઝનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય જોધપુર અને બિકાનેરમાં પણ આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે.
છત્તીસગઢ આસપાસ દબાણ વિસ્તાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનું ક્ષેત્ર છે અને 18 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. જોધપુર ડિવિઝનમાં 17 જુલાઈએ અને 18 જુલાઈએ શેખાવતી ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
Rainfall Warning: Saurashtra & kutch on 17th-18th July 2024
— India Meteorological Department (@Indiametdept) July 17, 2024
वर्षा की चेतावनी: 17 - 18 जुलाई 2024 को सौराष्ट्र और कच्छ में : #weatherupdate #rainfallwarning@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/c77dKbRDxT
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)