શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં આભ ફાટ્યું, એક જ દિવસમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, બીજા કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો?

Gujarat Rains: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 193 તાલુકાઓમાં હળવાથી લઈ ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં ખાબક્યો છે.

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 193 તાલુકાઓમાં હળવાથી લઈ ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં ખાબક્યો છે. કચ્છના અબડાસામાં 8 ઈંચ તો મુંદ્રામાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હતી જેને લઈ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. કચ્છના અબડાસામાં આભ ફાટ્યું હતું. શનિવારે સવારે 6 વાગેથી બપોરે 4 વાગ્યા સુધીમાં અબડાસામાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. 8 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પાણી પાણી થયા હતાં. શહેરમાં નદીઓની માફક પાણી વહેતાં થતાં વાહનચાલકોની મુશ્કેલી વધી ગઈ હતી. જ્યારે મુંદ્રામાં 7.5 ઈંચ, નખત્રાણામાં ત્રણ ઈંચ, ભૂજ અને લખપતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. શનિવારે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું હતું. જ્યારે એક જ દિવસમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. ગુજરાતના કયા શહેરમાં આભ ફાટ્યું, એક જ દિવસમાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, બીજા કયા શહેરમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? કચ્છમાં અબડાસામાં અનરાધાર વધુ 8 ઇંચ વરસાદ ખાબકતાં અનેક માર્ગો પર પાણી વહી નીકળતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ખંભાળીયામાં 4, જોડીયા -દ્વારકામાં 2 અને કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત અને કામરેજમાં 5-5 ઈંચ જ્યારે પલસાણા અને મહુવામાં 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધરમપુરમાં 3, કપરાડા 2.5, વલસાડમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ગિરગઢડામાં સાડા 3, તાલાલામાં 3.5, વેરાવળમાં 3, સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં 3 ઇંચ જ્યારે બગસરા અને લિલિયામાં 2-2 ઇંચ અને ભાવનગર જિલ્લામાં ઘોઘામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Embed widget