શોધખોળ કરો

કોરોનાનો ભોગ બનેલા જિજ્ઞેશ દાદાની તબિયત લથડી, જાણો કોણ છે જિજ્ઞેશ દાદા, કેમ છે તે લોકપ્રિય

તેઓએ લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે.

અમદાવાદઃ ‘કોણ જાણી શકે કાળને રે અચાનક શું થશે’એ ગીતથી પ્રખ્યાત થયેલા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ત્રણ દિવસ જૂનો છે. જો કે, હવે જીગ્નેશ દાદાની તબિયત ઘણી સારી હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે. જીગ્નેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર કરાઈ રહી છે. કથાકાર જીગ્નેશ દાદાનું સ્વાસ્થ્ય ખરકાબ હોવાના સમાચાર પ્રસરતાં તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રસંશકો એકબીજાને ફોન કરી રહ્યા છે. જિગ્નેશ દાદાનું સાચું નામ જિગ્નેશભાઈ ભાયશંકરભાઈ ઠાકર છે. જીગ્નેશ દાદા નો જન્મ માર્ચ ૨૫, ૧૯૮૬ ના રોજ, ગુજરાત રાજયના અમરેલી જિલ્લાના કરિયાચડ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંકરભાઈ છે. અને તેમની માતાનું નામ જયાબેન છે અને તેમને એક બહેન છે. બાળપણમાં તેમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. રાજુલા પાસે આવેલા જાફરાબાદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું છે. તમને ખાસ નવાઈ લાગે તેવી વાત તે છે કે જીગ્નેશ દાદા આમ જોવા જઈએ તો એરોનોટિકલ એન્જીનીયરીંગ કરતા હતા જો કે ત્યારબાદ તેમને ભણવાનું છોડી ને કથાનું ચાલુ કર્યું હતું. અમરેલીની એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચુક્યા છે. તેઓએ સંસ્કૃતનું શિક્ષણ દ્વારકામાં લીધું છે. હાલમાં તેઓ સરથાણા જકાત નાકા પાસે નાના વરાછા, સુરત રહે છે અને સુરતમાં જ તેમના કથાના ઘણા મોટા આયોજનો થાય છે. તેઓએ લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે. રાધે રાધેના જપ કરતાં રહેતા અને તેનાથી જ ઓળખાતા જીગ્નેશ દાદાની વાણી મધુર છે આથી તેમના ભજન ગીતો પણ ઘણા લોકપ્રિય છે અને તેમની કથા સાંભળવી પણ લોકોને ગમે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...

ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
Bollywood: સલમાન ખાનને લઈ વર્ષો બાદ એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કર્યો મોટો ખુલાસો, તે મને ટૂંકા કપડા...
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Embed widget