શોધખોળ કરો

રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ ક્યારથી શરૂ થશે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શું આપ્યું નિવેદન?

નવી શિક્ષણ નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી  ટેટની વેલીડિટી વધારવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષા નીતિની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.  

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી બાદ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ  કરવામાં આવે તેવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સંકેત આપ્યા હતા. ધોરણ એક થી પાંચની શાળાઓ શરૂ કરવા મામલે તેમણે કહ્યું કે રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે. શિક્ષકોને પણ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરતાં પહેલાં તાલીમ અપાશે.

નવી શિક્ષણ નીતિ અમલમાં નહીં આવે ત્યાં સુધી  ટેટની વેલીડિટી વધારવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષા નીતિની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે.  ટેટ પાસ કરેલા ઉમેદવારોને નુકસાન ન જાય તે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. સરકાર 3 હજાર 300 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.

ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ વીજકાપ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. હાલ રાજ્યમાં વિજળી ની કટોટકટી નથી. વીજ કાપ પણ રાજ્યમાં કોઈ જગ્યાએ આપવામાં આવ્યો નથી. કેન્દ્રના સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલ વીજળીની કોઈ કટોકટી નથી. આ ઉપરાંત તેમણે સ્પર્ધાત્મક પરીક્ષઓ મુદ્દે પણ મોટી જાહેરાત કરી હતી. 

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. 

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. 

તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
Embed widget