(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે
ભારતનું સૌથી આધુનિક વૃદ્ધાશ્રમ બની રહ્યું છે રાજકોટમાં. રાજકોટ જામનગર હાઇવે પર અધ્યતન સુવિધા યુક્ત સદભાવના વૃદ્ધાશ્રમ શરૂ થશે. અશક્ત નિર્બળ નિરાધાર 5,000 જેટલા વૃદ્ધો વૃધો રહી શકે તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. રાજકોટના રેસકોર્સમાં મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.સંતો,મહંતો,રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના વિરાણી હાઈસ્કૂલ થી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા છે.
રાજકોટના વિરાણી હાઈસ્કૂલ થી રેસકોસ ગ્રાઉન્ડ સુધી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સદભાવના ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં દેશનું પ્રથમ વૃદ્ધાશ્રમ આધુનિક વૃદ્ધાશ્રમ બનશે કે જેમાં સાત વિંગ માં હોસ્પિટલ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. આર્ષ વિદ્યામંદિર ના પરમાત્માનંદજી નું નિવેદન આપ્યું હતું.મોરારી બાપુએ ખૂબ જ પ્રેમ થી રાજકોટમાં કથા આપી છે. દરેક વખતે સમાજનો અરીસો નથી હોતો.ઓછા બાળકો અને ની સંતાન કારણે ની:સહાય વૃદ્ધો હોય છે.સમાજનો અરીસો નથી,પરંતુ સરકારની કુનીતિનો અરીસો છે. પૈસાદાર લોકો છોકરાઓને ભણાવી અમેરિકા મોકલે.આજે આઈએસ આઈપીએસ રિક્ષાવાળા ના છોકરાઓ પણ થઈ જાય છે.. દીકરાઓ વિદેશ માતા પિતાને લઈ જાય પરંતુ માતા-પિતાને જવું ન હોય.માત્ર રાજકોટ નહિ પરંતુ દેશના તમામ રાજ્યોમાં આવા આધુનિક વૃદ્ધાશ્રમ બને.રાજકોટ મા રામકથા પહેલા મોરારી બાપુ નું નિવેદન આપ્યું હતું રાજકોટમાં 12 વર્ષ પછી કથા થશે.એ પણ સદ્દભાવના વૃદ્ધાશ્રમ ના લાભાર્થે,આ કથા દેશ માં મોટો સંદેશો જશે. મને એની પ્રશંસા છે..