શોધખોળ કરો

ગુજરાતમાં આજે કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

હાલ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુરૂવારે ગુજરાતનાં કચ્છ અને ઉત્તર ગુજરાત કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

મહેસાણા: હાલ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે ગુરૂવારે ગુજરાતનાં કચ્છ અને ઉત્તર ગુજરાત કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોકે ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદ બાદ ઠંડીનો પારો પણ ગગડ્યો હતો અને વહેલી સવારથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધુમ્મસની ચાદરથી છવાયેલી જોવા મળી હતી. અમદાવાદમાં પણ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે ડીસા અને હિંમતનગર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે તેમજ ઉત્તર ગુજરાતના અન્ય સ્ટેટ હાઈવે પર વાહન ચલાવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોની લાઈટ ચાલુ રાખવા ફરજ પડી હતી. શિયાળામાં વરસાદને પગલે ઠંડીનો પારો ગગડ્યો છે. રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતાં ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં કરા અને ભારે પવન સાથે કમોસમી માવઠું પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. દિયોદરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના અંબાજી, અમીરગઢ, પાલનપુર, થરા, ધાનેરા, થરાદ, દાંતીવાડા, ડીસા, ભીલડીમાં પણ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં સિદ્ધપુર, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુરમાં પણ માવઠું પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. મહેસાણા જિલ્લામાં બહુચરાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જોટાણા, કડી અને મહેસાણામાં વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, ઇડર, સાપાવાડા, પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં પણ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદથી જીરું, દિવેલા, એરંડા, રાયડામાં ઇયળના ઉપદ્રવની દહેશત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

Embed widget