શોધખોળ કરો
Advertisement
હાલ ગુજરાતમાં કેમ પડી રહ્યો છે અતિભારે વરસાદ? જાણો આ રહ્યું મોટું કારણ
લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદ રહેશે તેવી હવામાને આગાહી કરી છે.
અમદાવાદ: ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણામાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. કારણ કે હાલ બે સિસ્ટમ ગુજરાત પર સક્રિય હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના સહિતના મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપી દવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
11 ઓગસ્ટ એટલે આજે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર બન્યું છે. જે મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાત આવી પહોચ્યું છે. જેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી છે.
અપર એર સાયક્લોનિક સરક્યુલેશન પણ રાજ્ય પર સક્રિય છે જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ત્યારે હજી પણ અગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક હળવોથી મધ્યમ-ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને નર્મદા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, સુરત, વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 6૭ ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો છે. ત્યારે લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતનો મોટા ભાગોમાં બે દિવસ ભારે વરસાદ રહેશે તેવી હવામાને આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement