Banaskantha: ગુજરાતના આ મંદિરમાં સ્થાપિત થશે વિશ્વનું સૌથી મોટું અને મોંઘુ "શ્રી યંત્ર"
બનાસકાંઠા: વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગી ઉમેરાય છે. આ અંગે વિગતે વાત કરીએ તો, વિશ્વનું સૌથી મોટું અને મોંઘું "શ્રી યંત્ર" શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે.
બનાસકાંઠા: વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગી ઉમેરાય છે. આ અંગે વિગતે વાત કરીએ તો, વિશ્વનું સૌથી મોટું અને મોંઘું "શ્રી યંત્ર" શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે. જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત ૧ કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર મા અંબાને અર્પણ કરવામાં આવશે. ૨૦ એપ્રિલે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ મેરુ શ્રી યંત્રની પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન કરાવશે. શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે જય ભોલે ગ્રુપ અમદાવાદ ૧૧ હજાર કિ.મી.ની ચારધામની યાત્રા કરશે.
'સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારુ' : યુવરાજસિંહ
ભાવનગરઃ ડમીકાંડ મદ્દે યુવરાજસિંહની ધરપકડ થશે કે કેમ તેને લઈને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થાય તેવી સંભાવના છે. એસઓજી પીઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હજુ સુધી યુવરાજસિંહ આવ્યા નથી. યુવરાજસિંહના જાડેજાના બંન્ને ફોન સતત બંધ આવી રહ્યા છે. 12 વાગ્યાનો સમય થઇ ચૂક્યો છે પરંતુ યુવરાજસિંહ પહોંચ્યા નથી.
યુવરાજસિંહે ટ્વિટરના માધ્યમથી મોટો સંદેશ આપ્યો છે. યુવરાજસિંહે ટ્વિટમાં લખ્યું હતું કે બહાર રહેવું સારુ કે જેલમાં જઇને શાંત રહેવું. મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમની માહિતી છે. સ્કેમને ઉજાગર કરવા બહાર રહેવુ સારુ કે અંદર રહેવું સારુ.
સાથે તેણે કહ્યું હતું કે સત્ય પક્ષે રાખી મોટા કૌભાંડો ઉજાગર કરવા રણછોડ થઇને રહેવું સારુ. જાણું છું કપટ થવુ સારું કે ષડયંત્રનો ભોગ બનવું સારુ? ડમીકાંડમાં નામ છૂપાવી સેટિંગ કરવાનો યુવરાજસિંહ પર આરોપ છે. બીપીન ત્રિવેદીના વીડિયોમાં યુવરાજસિંહ પર તોડના આરોપ લાગ્યા છે. યુવરાજસિંહ હાજર થાય તે પહેલા પોલીસે મહત્વના પુરાવા એકઠા કર્યાની સૂત્રોએ જાણકારી આપી હતી.
ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી
ચકચારી ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કરાઈ પોલીસ એકેડમીમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને ભાવનગર સરકારી એન્જિનિયરિંગ કોલેજના ક્લાર્ક અક્ષર બારૈયાને દબોચી લેવાયા. 2021માં બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં સંજય પંડ્યાએ અક્ષર બારૈયા વતી ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં SITની બેઠક મળી હતી. જેમાં ડમી કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીને ઝડપી લેવાની સૂચના અપાઈ હતી. ડમી કાંડનો મુખ્ય આરોપી શરદ પનોત સરતાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. અન્ય એક આરોપી પી. કે. દવે જે BRC કો-ઓર્ડિનેટર હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ બંનેને ફરજ પરથી મોકૂફ કરી દીધા છે.
ડમી કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે પણ આરોપો લાગ્યા હતા. આજે યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યો કે, ડમીકાંડમાં 70થી વધુની સંડોવણી છતાં શા માટે 36 લોકો સામે જ ફરિયાદ નોંધાઈ ? આ સાથે જ એલાન કર્યું કે, આગામી દિવસોમાં ફોરેસ્ટની ભરતી અને ચિલ્ડ઼્રન યુનિવર્સિટીમાં ચાલતા કૌભાંડની પોલ ખોલીશ