શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Patidar case withdrawal: સરકાર નિર્ણય લેશે ત્યારે કોર્ટ અને સૌને જાણ કરશે, હાલ અમારી પાસે કોઈ પરિપત્ર નથી.

Yagnesh Dave statement: પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. યગ્નેશ દવેએ સ્પષ્ટતા કરી છે કે આ મામલે સરકાર નિર્ણય લે કે ન લે તે અલગ બાબત છે, પરંતુ કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા કોર્ટ મારફતે જ થશે. સોશિયલ મીડિયામાં થઈ રહેલી જાહેરાતોને આધારભૂત ન ગણતા, સરકારની સત્તાવાર જાહેરાત અને કોર્ટના આદેશને જ માન્ય ગણવા તેમણે જણાવ્યું છે.
યગ્નેશ દવેએ જણાવ્યું હતું કે, "સરકારે જો નિર્ણય કર્યો હોય કે ન કર્યો હોય, તે જુદી મેટર છે. અને કોર્ટની અંદર સરકારે દાખલ કરે અને કેસનું જ્યારે જજમેન્ટ નક્કી થાય અને કેસ પાછા ખેચાય એ ત્યારની વાત છે." તેમના નિવેદનનો સીધો અર્થ એ છે કે, કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા કાયદાકીય રીતે થવી જરૂરી છે અને તેમાં સમય લાગી શકે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, "સોશિયલ મીડિયામાં કોઈએ જાહેરાત કરી દીધી હોય તેવું ના હોય. હાલ અમારી પાસે કેસ પાછા ખેચ્યા હોય તેવો કોઈ પરિપત્ર નથી." આ નિવેદન સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોને રદિયો આપે છે અને સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ જાહેરાતને માન્ય ગણી શકાય નહીં.
યગ્નેશ દવેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સરકારે જ્યારે નિર્ણય લેશે ત્યારે દરેકને જણાવશે અને કોર્ટમાં પણ જાણ કરશે. કોઈની સોશિયલ મીડિયાની જાહેરાતને જજમેન્ટ ના ગણી શકાય." તેમનું આ નિવેદન પાટીદાર કેસ પાછા ખેંચવાના મામલે સત્તાવાર સૂચનાની રાહ જોવા માટેનું સૂચન કરે છે અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવાની સલાહ આપે છે.
પાટીદાર કેસ પાછા ખેંચવાના મુદ્દે સરકાર શું નિર્ણય લે છે અને કાયદાકીય પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. પરંતુ યગ્નેશ દવેના નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, સોશિયલ મીડિયા પરની અટકળોને બદલે સત્તાવાર જાહેરાતો અને કોર્ટના આદેશો પર જ ધ્યાન આપવું યોગ્ય રહેશે.
આ પણ વાંચો....
દિલ્હીમાં ચૂંટણી… બિહારમાં રાજકીય ભૂકંપ? નીતિશ કુમારને લઈને આરજેડીનો મોટો દાવો





















