શોધખોળ કરો

ભાજપના જુઠાણાને ઉજાગર કરવા યુથ કોંગ્રેસનું આહ્વાન, સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પર વાર

વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. હાલમાં યુથ કોંગ્રેસ દ્વારા " સોમનાથથી શંખનાદ " કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર શરૂ.

ગીર સોમનાથ: વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. હાલમાં યુથ કોંગ્રેસ દ્વારા " સોમનાથથી શંખનાદ " કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર શરૂ થઈ ગયો છે. યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ફોજ મેદાને ઉતરી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી. જેમાં દિલ્હીથી એ.આઈ.સી.સી સેક્રેટરી રામકીશન ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકરોને ભાજપના જુઠાણાનો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અભય જોટવા સહિતના યુવા નેતાઓ ઉપસ્થિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટો લાગતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા, શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે?

Rajkot : રાજકોટમાં પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટો વાળા બેનર લાગતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ બેનરમાં એક બાજુ નરેશ પટેલ, તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર  મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાની તસ્વીર દેખાઈ રહી છે.

રાજકોટના મવડી રોડ પર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ભાજપના નેતાઓના બેનર લાગ્યા છે અને તેમાં લખ્યું છે, “હાર્ટલી વેલકમ.” એક જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમને લઈને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આ બેનર લાગ્યા છે. બેનરમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની તસ્વીરો એક સાથે દેખાતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે અને લોકોમાં અનેક પ્રકારની અટકાળો વહેતી થઇ છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે બાબતે ફરી ચર્ચા થઇ રહૈ છે. રાજકીય આગેવાનો અને લોકોમાં ચર્ચા સાથે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે? 

નરેશ પટેલ મામલે જેરામભાઈનું મોટું નિવેદન

નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે નરેશભાઈ  પટેલ એક મોટા અને પીઢ નેતા છે પોતાની રીતે નિર્ણય કરી શકે છે.  નરેશભાઈ જેવા વ્યક્તિએ રાજકારણમાં આવવું જોઈએ. તો હાર્દિક હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાને લઈને કડવા પાટીદાર અગ્રણી અને ઉમિયાધમ સિદસરના ચેરમેન જેરામભાઈ વાંસજાળીયાએ કહ્યું હતું કે પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં 75 વર્ષામાં નથી મળ્યું.ભાજપમાં જે સ્થાન પાટીદારને મળે છે તે કોંગ્રેસમાં નથી મળતું.કોંગ્રેસમાં પાટીદારોને અંન્યાય થાય તેમાં હું નથી પડતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Embed widget