શોધખોળ કરો

યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુરમાં બે ગંભીર ફરિયાદ: SP અને જયરાજસિંહ પર પિયુષ રાદડિયાનો ષડયંત્રનો આરોપ

પિયુષ રાદડિયાનું મદદગારીમાં નામ ખૂલ્યું, રાજકોટ SP અને જયરાજસિંહ જાડેજા પર ષડયંત્રનો આરોપ; પીડિત પરિવારે પોલીસ ટોર્ચરનો દાવો કર્યો.

  • જેતપુર તાલુકા પોલીસમાં યુટ્યુબર બન્ની ગજેરા સામે છેતરપિંડી અને ₹૧૧ લાખની ખંડણી માંગવા બદલ બે ફરિયાદો નોંધાઈ છે.
  • ₹૧૧ લાખની ખંડણીની ફરિયાદમાં બન્ની ગજેરા સાથે પિયુષ રાદડિયાનું નામ પણ મદદગારી તરીકે ખુલ્યું છે.
  • પિયુષ રાદડિયાએ પોતાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવી રહ્યા હોવાનો અને રાજકોટ SP તથા જયરાજસિંહ જાડેજા પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.
  • રાદડિયાએ ગોંડલ પોલીસે થિનરવાળું પાણી પીવડાવીને ટોર્ચર કર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
  • વકીલ જીગીસા પટેલના જણાવ્યા મુજબ, પોલીસે નિવેદન લેવા માટે પિયુષ રાદડિયાને ફરી બોલાવ્યા છે અને તેઓ પોલીસ સામે કાયદેસરની લડત લડવાની તૈયારીમાં છે.

Bunny Gajera cheating case: યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ગંભીર ફરિયાદો નોંધાઈ છે, જેમાં એક છેતરપિંડીની અને બીજી ₹૧૧ લાખની ખંડણી માંગવાની ધમકીની ફરિયાદનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં પિયુષ રાદડિયા નામના વ્યક્તિનું નામ પણ મદદગારીમાં ખુલતા મામલો ગરમાયો છે.

સોશિયલ મીડિયા પર જાણીતા યુટ્યુબર બન્ની ગજેરા ફરી વિવાદમાં સપડાયા છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક છેતરપિંડી સંબંધિત છે અને બીજી ચરખડી ગામના એક વ્યક્તિ પાસેથી વીડિયો વાયરલ ન કરવાના બદલામાં ₹૧૧ લાખની માંગણી અને ધમકી આપવા અંગેની છે.

ખંડણી પ્રકરણમાં પિયુષ રાદડિયાનું નામ

₹૧૧ લાખની ખંડણી માંગવાની ફરિયાદમાં બન્ની ગજેરા સાથે પિયુષ રાદડિયા નું નામ પણ મદદગારી તરીકે ખુલ્યું છે. આ આરોપના પગલે પિયુષ રાદડિયા, તેમના વકીલ જીગીસા પટેલ સાથે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

પિયુષ રાદડિયાના ગંભીર આરોપો

પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ પિયુષ રાદડિયાએ પોતાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગોંડલ પોલીસે તેમને થિનરવાળું પાણી પીવડાવીને ટોર્ચર કર્યા છે.

પોલીસ કાર્યવાહી અને પીડિત પરિવારનો દાવો

પિયુષ રાદડિયાના વકીલ જીગીસા પટેલે જણાવ્યું હતું કે, તેમને પોલીસ સ્ટેશનથી જ હાજર થવા માટે ફોન આવ્યો હતો અને તેઓ હોસ્પિટલથી સીધા જેતપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે, પિયુષ રાદડિયા નિવેદન આપવા માટે સક્ષમ ન હોવાથી પોલીસે તેમને ફરીવાર આવવા જણાવ્યું હતું. જીગીસા પટેલે એ પણ દાવો કર્યો હતો કે, હાજર થવાનું કહેવામાં આવતું હોવા છતાં તેમની જામીનની પ્રોસેસ કરવામાં આવી નહોતી. તેમણે આગામી દિવસોમાં કોર્ટમાં જઈને પોલીસ સામે કાયદેસરની લડત લડવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ સમગ્ર પ્રકરણમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામેના આરોપોની તપાસ ચાલી રહી છે, અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
રાજકોટમાં 'રિજનલ વાઈબ્રન્ટ'નો રણકો: 11મી જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મળશે વૈશ્વિક મંચ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Royal Enfield Bullet 650 Twin થી લઈને KTM RC 160 સુધી, 2026 માં લોન્ચ થશે આ 5 પ્રીમિયમ બાઇક્સ,જાણો કિંમત
Royal Enfield Bullet 650 Twin થી લઈને KTM RC 160 સુધી, 2026 માં લોન્ચ થશે આ 5 પ્રીમિયમ બાઇક્સ,જાણો કિંમત
ChatGPT બનાવનારી કંપની હવે લાવી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
ChatGPT બનાવનારી કંપની હવે લાવી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
TVS iQube ST vs Ather Rizta Z: ફીચર્સ અને રેન્જની દ્રષ્ટિએ કયું ઇલેક્ટ્રિક સ્કૂટર છે બેસ્ટ? જાણીલો વિગતો
TVS iQube ST vs Ather Rizta Z: ફીચર્સ અને રેન્જની દ્રષ્ટિએ કયું ઇલેક્ટ્રિક સ્કૂટર છે બેસ્ટ? જાણીલો વિગતો
Embed widget