ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ, ગરબાએ પ્રાપ્ત કર્યું યુનેસ્કોની અમૂર્ત સંસ્કૃતિ વારસામાં સ્થાન
ગુજરાતના ગરબાને યુનેસ્કોની માનવતાની અમૂર્ત સાસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું 15માં હેરિટેજ છે.
ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. ગુજરાતના પરંપરાગત આ લોક નૃત્ય ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની પસંદગી કરી છે. યુનેસ્કોની અમૂર્ત સંસ્કૃતિની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ થયો છે. ગુજરાતના ગરબા હવે દેશના સરહદના સીમાડા વટાવીને વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
ગુજરાતના ગરબા ઉત્સવ, ભક્તિ, સામાજિક સમાનતાના પ્રતીકની એક પરંપરા છે. જે ભૌગોલિક સીમાની પરે છે. આપણી સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાઓ અને વિરાસતને દુનિયાની સામે પ્રદર્શિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ અક્ષાક પ્રયાસ છે. આ સિદ્ધિ તેનું પરિણામ છે.
સમગ્ર ગુજરાતી અને ભારતીય માટે આ ગૌરવની વાત છે કે, કે યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદ કરતા તેને યુનેસ્કોમાં સ્થાન આપ્યું છે. સામાજિક, ધાર્મિક અને ખુશીની કોઇ પણ અભિવ્યક્તિમાં લેવાતા ગરબાને હવે વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળતા પોતના એક્સ હેન્ડલ પર ખુશી વ્યક્ત કરી છે.
Congratulations India 🇮🇳
A moment of profound national pride as 'Garba of Gujarat' is inscribed in UNESCO's Representative List of Intangible Cultural Heritage (ICH) of Humanity. This marks the 15th ICH element from India to achieve this prestigious recognition.
Garba, a… pic.twitter.com/AyBV4Bg2dઆ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતીઓને અભિનંદન આપતા એક્સ હેન્ડલ પર ખુશી વ્યકત કરી છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે.
— G Kishan Reddy (@kishanreddybjp) December 6, 2023
ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને @UNESCO દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે.
— CMO Gujarat (@CMOGuj) December 6, 2023
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક… https://t.co/uFCEDer3ZX
યુનેસ્કો દ્વારા ગરબાને અપાયેલી સન્માન બદલ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ હર્ષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતીઓ માટે આજે ખૂબ મહત્વનો દિવસ છે,ગરબાને દુનિયા સુધી પહોચાડવાનો નિર્ણય યુનેસ્કોએ કર્યો છે,
આજે સાંજે એક સ્થળે આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિર થનારી ઉજવણીમાં હાજર રહેશે. ગુજરાતની આ ગૌરવની ક્ષણની ઉજવણી કરવા માટે અંબાજી ચાચર ચોકમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું.